સસ્પેન્ડેડ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુ કોર્ટે 6 જૂન સુધી SIT કસ્ટડીમાં મોકલી દીધા છે. જાતીય સતામણીના કેસમાં આરોપી પ્રજ્વલ રેવન્ના ગુરુવારે રાત્રે જર્મનીથી બેંગલુરુ પરત ફર્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી SITએ રાત્રે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અગાઉ, મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા જનતા દળ-સેક્યુલર (JD-S)ના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્નાને શુક્રવારે મેડિકલ તપાસ માટે કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહિલા પોલીસકર્મી પ્રજ્વલને અહીંની 'બોરિંગ એન્ડ લેડી કર્ઝન' હોસ્પિટલમાં લઈ આવી.
SIT સૂત્રોએ જણાવ્યું કે સાંસદ પ્રજ્વલ રેવન્ના (33) મ્યુનિકથી બેંગલુરુ પરત ફર્યા કે તરત જ તેમને પૂછપરછ માટે CID (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)ની ઑફિસમાં લઈ જવામાં આવ્યા. સૂત્રોએ જણાવ્યું કે, SIT પ્રજ્વલની પોટેન્સી ટેસ્ટ કરાવવાનું પણ વિચારી રહી છે. આ તપાસ એ જાણવા માટે કરવામાં આવે છે કે બળાત્કારનો આરોપી પીડિતાઓનું યૌન શોષણ કરવા સક્ષમ છે કે નહીં.
જનતા દળ (સેક્યુલર)ના આશ્રયદાતા એચડી દેવગૌડાના પૌત્ર અને હાસન લોકસભા મતવિસ્તારમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર પ્રજવલ (33) પર મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. તેની સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ યૌન ઉત્પીડનના નોંધાયેલા છે.
કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરે શુક્રવારે જણાવ્યું હતું કે, મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech