૧૮ પ્રકારની પરંપરાગત કામગીરી કરતા કારીગરો માટે આર્શિવાદરુપ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

  • December 08, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યોજના અંતર્ગત લાભાર્થી કારીગરોને અપાય છે આર્થિક સહાય, ટુલકીટ, સ્ટાઈપેન્ડ તથા તાલીમ સહિતના લાભો અપાશે
પરંપરાગત કામગીરી કરતા કારીગરોને પોતાના વ્યવસાયમાં મદદરૂપ થવા તથા કારીગરોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકાયેલ છે.આ યોજનાના માધ્યમથી આર્થિક રીતે મદદ મળતા કારીગરો પોતાનો વ્યવસાય વિકસીત અને સ્થાઈ કરી શકશે. આ યોજના હેઠળ ૧૮ પ્રકારના કારીગરોને સહાય આપવાનો સરકારનો હેતુ છે. જેના દ્વારા હાથ વડે કામગીરી કરનાર કારીગરો જે પાત્રતા ધરાવતા હોય તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
***
૧૮ પ્રકારના પરંપરાગત કારીગરોને મળશે યોજનાકીય લાભ
(૧)સુથાર (૨) લુહાર (૩) કુંભાર (૪)કડિયા (૫) વાણંદ (૬)દરજી (૭) ધોબી (૮)સોની (૯)મોચી (૧૦) માળી (ફુલોની માળા બનાવનાર) (૧૧)હથોડી અને ટુલકિટ બનાવનાર (૧૨)શિલ્પકાર (૧૩) નાવડી બનાવનાર (૧૪)ઢિંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત) (૧૫) સાવરણી બનાવનાર (૧૬)માછલી પકડવાની જાળી બનાવનાર (૧૭)તાળાં બનાવનાર (૧૮) ચપ્પુ બનાવનારને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
***
યોજનાની પાત્રતા
૧૮ વર્ષની લધુતમ ઉંમર ધરાવતા કારીગર આ યોજનાનો લાભ લઈ શકશે.કુટુંબ દીઠ એક સભ્યને આ લાભ આપવામાં આવશે. અરજદારે છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી કે વ્યવસાયિક વિકાસ માટે લોન લીધેલ ન હોવી જોઈએ પરંતુ જેઓની લોન ભરપાઇ થઈ ગયેલ હોય તેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે.સરકારી નોકરી કરતી વ્યકતિ અને તેના પરીવારના સભ્યો આ સહાય માટે પાત્ર થશે નહિ.
***
સહાય માટે જરૂરી સાધનિક પુરાવાઓ
આ યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડ, રાશનકાર્ડ, બેંક ખાતાની વિગતો, આધાર લિંક મોબાઇલ નંબર સાથે નજીકના સેન્ટર, ઈ-ગ્રામ સેન્ટર તથા વેબસાઈટ પર અરજદારો જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા અંગે કોઇ તકલીફ જણાય તો લગત તાલુકા પંચાયત કચેરી કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. આ યોજનાની વધુ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
***
યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો
સરકાર દ્વારા કારીગરોના ઉત્થાન માટે પ્રધાનમંત્રીની આર્શિવાદરૂપી ફ્લેગશિપ યોજના અંતર્ગત લાભાર્થી કારીગરોને રજીસ્ટ્રેશન બાદ ૧૫૦૦૦ ની ટુલકીટ આપવામાં આવશે, બે તબક્કામાં તાલીમ દરમિયાન દૈનિક ૫૦૦  સ્ટાઈપેન્ડ તથા ૫% વ્યાજ દરે ૩ લાખની લોન જેવા લાભો મળવાપાત્ર છે. જેથી આ યોજનાનો વધુમા વધુ લાભ લેવા પાત્રતા ધરાવતા કારીગરોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવમાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application