કલ્કી 2898 એડી આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસનની ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ જ સારી ઓપનિંગ મળી છે. પ્રથમ દિવસે ફિલ્મે 95 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકોમાં લોકોના રિવ્યુ આવવા લાગ્યા હતા. કેટલીક ખામીઓ હોવા છતાં પણ લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.
ભારતમાં ફિલ્મે પહેલા દિવસે કેટલી કમાણી કરી?
અહેવાલ મુજબ, કલ્કી 2898 એડીએ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ભારતમાં 95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે (તેલુગુમાં 64.5 કરોડ, તમિલમાં 4 કરોડ, હિન્દીમાં 24 કરોડ, કન્નડમાં 0.3 કરોડ અને 2.2 કરોડ રૂપિયા) આ ફિલ્મ પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે લગભગ 180 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મોને છોડી પાછળ
પ્રથમ દિવસે આ અદ્ભુત બોક્સ ઓફિસ કલેક્શન સાથે કલ્કી 2898 એડીએ KGF 2 (રૂ. 159 કરોડ), સલાર (રૂ. 158 કરોડ), લીઓ (રૂ. 142.75 કરોડ), સાહો (રૂ. 130 કરોડ) અને જવાનનાં(રૂ. 129 કરોડ) વૈશ્વિક કલેક્શનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
વિશ્વવ્યાપી કલેક્શન વિશે વાત કરીએ તો RRR અને બાહુબલી 2 હજુ પણ પ્રથમ અને બીજા સ્થાને તેમનું સ્થાન જાળવી રાખે છે. RRR એ વિશ્વભરમાં રૂ. 223.5 કરોડની કમાણી કરી હતી અને બાહુબલી 2 એ પ્રથમ દિવસે રૂ. 214 કરોડની કમાણી કરી હતી.
કમલ હાસન ખલનાયકની ભૂમિકામાં
આ ફિલ્મમાં પ્રભાસ ભૈરવનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનના ફાઈટ સીનની પણ ટ્વિટર પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનની સાથે દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ જોવા મળશે. આ ફિલ્મમાં કમલ હાસને વિલનની ભૂમિકા ભજવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech