PCBને પાવરમાં લવાતા DCB દાંત વગરના સિંહ જેવી બની ??

  • September 26, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં પોલીસ બેડામાં પીસીબી પાવરમાં આવતા કે લવાતા અત્યાર સુધી જેનો સુરજ મધ્યાને તપતો હતો શહેરમાં ગુનેગારોથી લઈ સામાન્યજનમાં પડયો બોલ ઝીલાતો હતો એ ડીસીબી (ક્રાઈમ બ્રાંચ) દાંત વગરના સિંહ જેવી બનવા તરફ જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. જે રીતે પીસીબીની જેટ ગતિએ દોટ છે અને ઉપરથી જ છુટ્ટો દોર કે પુરતું પ્રોટેકશન હોય તે જોતા કદાચ આવનારા સમયમાં ડીસીબીનું કાર્ય દારૂ, જુગાર, ક્રિકેટ સટ્ટા કે આવા કામોના બદલે ડિટેકશન પુરતું પણ કદાચ સિમિત બની જાય તો ના ન કહી શકાય તેવું જાણકારોનું માનવું છે.
પીસીબીનો હજી પ્રારભં  જ થયો છે ડીસીબીની હાલની સ્ટ્રેન્થ કરતા કદાચ ૨૦ ટકા જેટલો જ સ્ટાફ છે. માત્ર બે ફોજદાર છે અને પીઆઈ બે ઘોડે ઈન્ચાર્જ છે. ડીસીબી અને પીસીબી બન્નેની જવાબદારીના વહનનું ભારણ કે જવાબદારી પીઆઈ ગોંડલીયા પર છે. એવું બને કે, કદાચ ડીસીબીમાં કોઈ પીઆઈ મુકીને સ્વતત્રં રીતે પીઆઈ ગોંડલીયાને તેમની વર્તમાન સારી કામગીરી ટીમ વર્ક સ્ટાફ સાથેના સ્નેહ, પકકડ અને ઉચ્ચસ્તરીય ટયુનીંગને લઈને પીસીબીનો સ્વતત્રં હવાલો સોંપી શકાય તેવું બની શકે.
પીસીબીની સ્ટ્રેન્થ હજી સાવ પાંખી છે છતાં શરૂઆતથી જ જુજારૂ રીતે કામ આરંભાયું છે. દારૂ, જુગારના દરોડાઓ, અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાતી નહીં તે પીસીબી ફટાફટ પકડી રહી છે. ડીસીબીમાં ભલે પાંચ પાંચ ટીમ અને મોટી સ્ટ્રેન્થ છે અને પીસીબીમાં ૧૨–૧૫નો સ્ટાફ છે છતાં છેલ્લા એક સાહથી વધુના કામગીરીના આંકમાં પીસીબીનો પારો ઘણો બધો ઉંચો છે.
પીસીબીમાં કામગીરી વધુ થતી કે, થઈ રહ્યામાં પણ મુખ્ય કારણ એ છે કે, અત્યારે પીસીબીમાં જે સ્ટાફ દોડી રહ્યો છે. કામ શોધી લાવે છે એ તમામ સ્ટાફ મુળભુત તો ડીસીબીનો જ છે. ફિલ્ડ વર્ક કે કામ ઉતારવાનું નેટવર્ક ધરાવતા ડીસીબીના ચુનંદા સ્ટાફને પીસીબીમાં ખેંચી લેવાયો છે.
ડીસીબી અત્યારે ટીમ ભલે મોટી હોય પરંતુ મુખ્ય દોડનારાઓ પીસીબીમાં પહોંચી જતાં ડીસીબીનું નેટવર્ક નબળું પડયું હોય તેવું હશે. સરવાળે પીસીબી પાવરમાં લવાતા ડીસીબી ધીમે ધીમે દાંત વગરના ન્હોર વગરના સિંહ જેવી ન બની જાય. પીસીબીમાં હજી વધુ ફેરબદલ ટીમ સ્ટાફ ઉમેરાશે તો ધીમે ધીમે કદાચ ભવિષ્યમાં ડીસીબીના ભાગે ડીટેકશન જ રહેશે એવું કદાચ બની શકે. પીસીબીમાં નથી પહોંચ્યા અને ચોકકસ કામોમાં પાવર ધરાવતા સ્ટાફને ડીસીબીમાંથી મોંહ ભગં થવા લાગે કે જેક શોધીને પીસીબી તરફ પગરવ કરે તો ના નહીં તેવું જાણકારોનું માનવું હશે.

અધિકારીને બન્ને હાથમાં લાડુ, હવે લીલીઝંડી પીસીબી આપશે ?
પીસીબી કાર્યરત થઈ જતાં અને કામ બતાવવા લાગતા ડીસીબીને પણ નાછુટકે સાથે રહેવા દોડવું પડશે કારણ કે, પીસીબી કામ બતાવે એટલે ડીસીબીમાં તો સ્ટ્રેન્થ પણ મોટી છે. ડીસીબીની ટીમ પાસે કામની ઉઘરાણી અધિકારી કરે એ વાસ્તવિકતા જેવું છે. કામ થાય તો..... નામ મળે. હવે ડીસીબી પર પણ કેસ કરવા–શોધવાની ડીમાન્ડ વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે તો અધિકારીને બન્ને હાથમાં લાડુ જેવું છે. પીસીબી દોડી દોડીને કામ લાવી રહી છે અને ડીસીબીને પણ દોડાવાઈ રહી છે. બન્ને બ્રાંચ તરફથી કામ મળી રહ્યા છે. બીજી તરફ જાણકારો અને ધંધાર્થીઓમાં એવી પણ ચર્ચા વહેતી થઈ હશે કે, અત્યાર સુધી ડીસીબી લીલીઝંડી (મંજુરી) આપતી હતીની છાપ છે. પીસીબી પાવરમાં આવતા હવે છૂટ આપવાની હશે તો શું પીસીબીમાંથી લીલીઝંડી લેવાની થશે ? આવા સવાલો ધંધાર્થીઓમાં કે જાણકારોમાં ઉપજતા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News