જુદી જુદી ફેકલ્ટીઓની સેમેસ્ટર છ ની ફાઇનલ યરની પરીક્ષાનો શેડુલ ગયા સાહે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ જાહેર કર્યા પછી આજે યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા અનુસ્નાતક ભવનોમાં સેમેસ્ટર બે ની પરીક્ષાનો શેડુલ જાહેર કર્યેા છે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ કરેલી જાહેરાત મુજબ અનુસ્નાતક ભવનોમાં ચાલતા અભ્યાસક્રમોની સેમેસ્ટર ૨ ની પરીક્ષા ૨૬ માર્ચથી શ થશે. આર્ટસ, મેનેજમેન્ટ, રલ સ્ટડીઝ, લો અને સાયન્સ ફેકલ્ટી ની બીજા સેમેસ્ટર ની પરીક્ષામાં પણ પ્રશ્નપત્ર મોકલવામાં યુનિવર્સિટી દ્રારા કવેશ્ચન પેપર ડીલેવરી સિસ્ટમ (કયુપીડીએસ) નો ઉપયોગ કરવામાં આવશે.
બીજા સેમેસ્ટરની આ પરીક્ષામાં બીએસડબલ્યુ, એમએસડબલ્યુ, બીઆરએસ, એલએલએમ, એમએસસી, સ્ટેટેસ્ટિક, એમએસસી આઈટી, મેનેજમેન્ટની પરીક્ષા નો સમાવેશ કરવામાં આવ્યો છે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સૌપ્રથમ સેમેસ્ટર ૬ ની પરીક્ષાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે અભ્યાસક્રમ પૂરો થયા પછી જો કોઈ વિધાર્થી વધુ અભ્યાસ કરવા માટે અન્ય યુનિવર્સિટીમાં કે વિદેશમાં જવા માગતા હોય તો તેની પરીક્ષા વહેલાસર લઈને પરિણામ શકય તેટલું વહેલું જાહેર કરવામાં આવશે. સેમેસ્ટર છ ની પરીક્ષા પૂરી થયા પછી અન્ય સેમેસ્ટરોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણી માર્ચ એપ્રિલમાં જ જાહેર થાય તેવી શકયતા છે. પરંતુ આમ છતાં યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનું પોતાનું આયોજન આગળ ધપાવ્યું છે. કારણ કે ચૂંટણીની કોઈ તારીખો હજુ જાહેર થઈ નથી અને તેની રાહ જોઈને બેસી રહેવાના બદલે શકય એટલી વધુ પરીક્ષાઓ ચૂંટણી જાહેર થાય તે પહેલા પૂરી કરી દેવાનું આયોજન છે ચૂંટણીની કામગીરીમાં કોલેજના પ્રોફેસરો અને યુનિવર્સિટીના અધિકારીઓ– કર્મચારીઓને પણ ઓર્ડર કરાતા હોવાથી આ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલા મોટાભાગની પરીક્ષાઓ પૂરી કરી દેવા માટે આયોજન થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોડીનાર કેફેના મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
November 23, 2024 10:46 AMસૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગર શહેર કે જયાં મોટા ભાગના ટ્રાફીક સીગ્નલો બંધ !!!
November 23, 2024 10:44 AMહળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેઝના હાટડા દૂર કરવા ન.પા.એ નોટિસ ફટકારી
November 23, 2024 10:43 AMપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech