ગુજરાત સરકારના ગૃહ વિભાગ હસ્તકની આઈપીએસ અધિકારીઓની બદલી નું કોકડું લાંબા સમયથી ગૂંચવાયેલું છે હવે ટૂંક સમયમાં તેનો ઉકેલ આવે તેવા સંકેત ગૃહ વિભાગ તરફથી મળી રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચને ગઈકાલે ગૃહ વિભાગ દ્રારા અધિકારીઓના નામની પેનલ મોકલી આપવામાં આવી છે જેની મંજૂરી આગામી બે ત્રણ દિવસમાં મળ્યે ગુજરાતના પોલીસ બેડામાં મહત્વની જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. ચૂંટણી નજીક હોવાથી કયા અધિકારીઓને કયા મૂકવા તેને ચૂંટણી પચં ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. ચૂંટણી પંચની મંજૂરી મળવાથી આ તમામ અધિકારીઓની તાત્કાલિકના ધોરણે પોસ્ટિંગ કરવામાં આવશે.
ગુજરાત ના મેટ્રો સીટી સુરત પોલીસ કમિશનરના પદ પરથી અજય તોમર નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂંક મેળવવા માટે સિનિયર આઈપીએસ અધિકારીઓ છેલ્લ ાં કેટલાંક સાહથી પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જ,અમદાવાદ ગ્રામ્ય એસપી અને ડીસીપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્થાને કોને નિમણૂંક આપવી તેને લઈ મોટા નિર્ણય લેવાશે. વી. ચંદ્રશેખર પ્રતિ નિયુકત પર સીબીઆઈમાં જતાં ખાલી પડેલી છે.
સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ ડીઆઈજી પ્રેમવીર સિંઘની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય એસ.પી અમિત વસાવા સીબીઆઈમાં પ્રતિ નિયુકિત પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. ગુજરાત રાય ગૃહ વિભાગ દ્રારા રાયના ૮ આઈપીએસની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ ૨૦૨૧ના આઠ આઈપીએસ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લ ભભાઇ પટેલ રાષ્ટ્ર્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં એએસપીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહત્પવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. યારે વર્ષ ૨૦૨૦ની બેચના પાંચ આઈપીએસ અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે.આમ આગામી બે–ત્રણ દિવસમાં આઇપીએસ અધિકારીઓની બધી બદલી આવે તેવા સ્પષ્ટ્ર સંકેત મળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech