અનેક રાજયોમાં વધુ એક માવઠાંની શકયતા

  • December 26, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણના રાજયો તામિલનાડુ પુડીચેરી કેરલા કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આવી જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે જમ્મુ કશ્મીર લદાખ હિમાલયન રીજીયનમા હીમ વર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. આગામી તારીખ ૩૦ ડિસેમ્બરથી તા. ૨ જાન્યુઆરી સુધી દેશના અનેક રાયોમાં વરસાદ પડવાની શકયતા દેખાઈ રહી છે.


હવામાન ખાતા દ્રારા આ સંદર્ભે હજુ સુધી કોઈ આગાહી જાહેર કરવામાં આવી નથી પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ અત્યારે લોઅર લેવલે નોર્થ ઈસ્ટરલી પવનો ફકાઈ રહ્યા છે. આગામી તારીખ ૨૯ ના રોજ એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થઈ રહ્યું છે અને તે લોઅર લેવલેથી પસાર થઈ રહેલા નોર્થ વેસ્ટરલી વિન્ડની સિસ્ટમ સાથે સંપર્કમાં આવતા હોવાથી વરસાદની શકયતા નોર્થ વેસ્ટના રાજયોમાં ઊભી થઈ છે.


હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આ નવી સિસ્ટમના કારણે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાયોમાં વરસાદ પડશે. દિલ્હી પંજાબ હરિયાણામાં પણ વરસાદની શકયતા ઊભી થઈ છે. દક્ષિણ અને પૂર્વના રાયોમાં વરસાદ પડી રહ્યો છે અને જો હવે નોર્થ વેસ્ટ ના રાયમાં પણ વરસાદ પડશે તો દેશના મોટાભાગના વિસ્તારોમાં નવેસરથી ચોમાસુ જામ્યું હોય તેવું વાતાવરણ ઊભું થશે.


નવી ઉભી થઈ રહેલી આ સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચશે કે કેમ ?તે સવાલ છે. પરંતુ ગુજરાતમાં આજથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. અનેક સેન્ટરોમાં ૮૦ થી ૯૬% ભેજ નોંધાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે.

ગિરનાર ઉપર ૮.૬, નલિયામાં ૯ ડિગ્રી
શિયાળો જામતો નથી અને ઉનાળો જતો નથી તેવું વાતાવરણ જોવા મળે છે. ગિરનાર પર્વત ઉપર આજે સવારે લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં આજનું લઘુતમ તાપમાન નવ ડીગ્રી રહેવા પામ્યું છે. ગિરનાર પર્વત અને નલિયા સિવાય રાયના અન્ય તમામ સેન્ટરમા લઘુતમ તાપમાન ૧૪ થી ૨૦ ડિગ્રી આસપાસ રહ્યું છે. યારે મહત્તમ તાપમાનનો પારો ૩૦ થી ૩૪ ડિગ્રી વચ્ચે રહ્યો છે. સવારે ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાય છે. પરંતુ દિવસ ઉગતાની સાથે જ તાપમાન વધી જાય છે અને ૩૦ થી ૩૪ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવા પામે છે. સમગ્ર રાયમાં આજે સૌથી ઐંચું મહત્તમ તાપમાન વલસાડમાં ૩૪.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું.યારે સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ અને પોરબંદરમાં ૩૩.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application