કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની શકયતા

  • August 23, 2023 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે ખુશખબર આવવાની છે. કર્મચારીઓ  માં વધારાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી શકયતા છે. ડીએમાં વધારાની જાહેરાતની તારીખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટ્રિ નથી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આગામી ટૂંક સમયમાં ખુશખબર આવવાની છે. કર્મચારીઓ ડીએ માં વધારાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. નજીકના સમયગાળામાં આ અંગેની જાહેરાત થાય તેવી શકયતા છે. ડીએમાં વધારાની જાહેરાતની તારીખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટ્રિ નથી પરંતુ મીડિયા રિપોટર્સમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર ૨૦૨૩ મહિનામાં નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.

રિપોર્ટ અનુસાર, જુલાઈમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, આવી સ્થિતિમાં સરકાર મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરીને ૪૫ ટકા કરે તેવી અપેક્ષા છે.
ડીએમાં વધારો ૧ જુલાઈ ૨૦૨૩થી લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્રારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔધોગિક કામદારો માટેના નવીનતમ ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે

ફેડરેશન ચાર ટકાની માગ કરી રહ્યું છે
ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે જૂન ૨૦૨૩ માટે સીપીઆઈ–આઈડબ્લ્યુ ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અમે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ. આ સામે મોંઘવારી ભથ્થામાં એકાદ ટકાના ફેરફાર સાથે ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે. આમ ડીએ ત્રણ ટકાથી વધીને ૪૫ ટકા થવાની શકયતા છે. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએમાં વધારા માટે પ્રસ્તાવ તૈયાર કરશે અને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મંજૂરી માટે પ્રસ્તાવ મૂકશે. જે બાદ ડીએમાં વધારો જાહેર કરવામાં આવશે


કર્મચારીઓને ડીએ અને પેન્શનરોને ડીઆર મળે છે
હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૪૨ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ મળે છે, પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે. ડીએ અને ડીઆર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. છેલ્લો ડીએ વધારો માર્ચ ૨૦૨૩માં કરવામાં આવ્યો હતો અને તેમાં ૪ ટકાનો વધારો કરીને ૪૨ ટકા કરવામાં આવ્યો હતો. વિવિધ અહેવાલો મુજબ, વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં લેતા, ડીએ વધારો ૩% હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application