આગામી 23 જુલાઈએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રીય પેન્શન યોજના અંતર્ગત ટેક્સ મુક્તિમાં વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે. એનડીએ સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ 23 જુલાઈએ સંસદમાં રજૂ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર પાસેથી લોકોની ઘણી અપેક્ષાઓ છે.સરકારે વર્ષ 2015-16માં એનપીએસ માં 50,000 રૂપિયા સુધીની વધારાની કર કપાતની મંજૂરી આપી હતી. એવું માનવામાં આવે છે કે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આ ટેક્સ મુક્તિ મયર્દિામાં વધારો કરશે.
કોઈપણ વ્યક્તિ જૂની કર વ્યવસ્થામાં કલમ 80 સીસીડી (1) હેઠળ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં તેના યોગદાન માટે રૂ. 50,000 સુધીનું કપાત કરાવી કરમુક્તિ મેળવી શકે છે આ યોજના હેઠળ, કર્મચારીઓ તેમના મૂળભૂત પગાર (વત્તા ) ના 10 ટકા સુધીના યોગદાન પર કર કપાતનો દાવો કરી શકે છે. જે કલમ 80 હેઠળ કુલ રૂ. 1.5 લાખ છે. નવી કર વ્યવસ્થામાં પણ મુક્તિની મર્યાદા વધારવા માંગ કરાઈ છે અને એક અહેવાલ મુજબ, નિષ્ણાતો નવી ટેક્સ સિસ્ટમમાં સેક્શન 80 સીસીડી (1) હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ પર વિચાર કરી રહ્યા છે.
એનપીએસથી 180 મિલિયન ગ્રાહકોને ફાયદો
લોકોને પેન્શનની આવક આપવા માટે સરકારે રાષ્ટ્રીય પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાંથી રાષ્ટ્રીય પેન્શન યોજનામાં 947,000 નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેયર્િ જેના લીધે આવક 0.5% વધીને રૂ. 11.73 લાખ કરોડ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech