પોરબંદરમાં નવરાત્રિના તહેવારો દરમિયાન ચોપાટીની આજુબાજુમાં જુદા-જુદા સ્થળોએ મોટી સાત જેટલી ગરબીના આયોજન કરવામાં આવ્યા છે અને ત્યાં દરરોજ હજારોની સંખ્યામાં શહેરીજનો ગરબીની મજા માણવા માટે અને ગરબે રમવા માટે ઉમટી પડે છે.પરંતુ નગરપાલિકાના તંત્ર દ્વારા અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટોનું સમારકામ કરવામાં આવ્યું નથી તેના કારણે અહીંયા અનેક જગ્યાએ અંધારા જોવા મળી રહ્યા છે. પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોની સાથોસાથ ચોપાટી ઉપર પણ ઠેર ઠેર સ્ટ્રીટલાઈટો બંધ છે તથા મુખ્ય લાઈટ ટાવર બંધ છે જેના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે.હાથી લસરપટ્ટી મેદાનમાં પણ મુખ્ય લાઈટ ટાવર ઘણા લાંબા સમયથી બંધ છે એ જ રીતે નગરપાલિકાના પાર્ટી પ્લોટના આગળના ભાગે આવેલ પાર્કિંગ સ્થળ પણ અંધારામાં ગરકાવ થઈ ગયું છે. પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરીજનો પાસેથી મોટી માત્રામાં સ્ટ્રીટલાઈટ વેરાની વસુલાત કરી રહ્યું છે,પરંતુ બીજી બાજુ સુવિધાઓ આપવામાં અખાડા કરી રહ્યું છે,ત્યારે વહેલીતકે નગરપાલિકાના તંત્રએ શહેરની ચોપાટી પરના અંધારા દુર કરવા જોઈએ અને નવરાત્રી પુર્ણ થાય તેની પહેલા બંધ સ્ટ્રીટ લાઈટો અને લાઈટ ટાવરનું સમારકામ કરીને ચોપાટીને ઝળહળતી કરવી જોઈએ તે ઇચ્છનીય છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech