ટંકારીયામાં શિવમ ગ્રુપ આયોજિત નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટમાં પોરબંદરની ટીમ વિજેતા

  • April 24, 2024 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે કનુભાઈ ગોજીયા, પરબતભાઇ ગોજીયા અને તેમના શિવમ ગ્રુપ દ્વારા એક દિવસીય નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા દ્વારા કરાયું હતું. જેમાં જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ વિજેતા પોરબંદરની ટીમ અને રનર્સ અપ મીઠાપુરની ટીમ બની હતી.


આ ટુર્નામેન્ટને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન દરમિયાન સીઆરસી જુવાનપુરના મારખીભાઈ ગોરીયા, રણજીતપુરના હાજાભાઈ વાળા, શિક્ષક દેવાતભાઈ ચેતરીયા, ડી.કે. કરમુર વિગેરેએ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં વિજેતા તેમજ ખેલાડીઓને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application