પોરબંદર:મહિલાની કુહાડી વડે હત્યાની થઇ કોશિશ

  • April 05, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીકના બખરલા ગામે મહિલા પોલીસને બાતમી આપતી હોવાની શંકાના આધારે તેની હત્યાની કોશિશ થતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.બખરલા ગામે સોસાયટી વિસ્તારમાં રહેતા લીરીબેન ઉર્ફે અંજુબેન આવડા ખુંટી નામની ૩૦ વર્ષની મહિલાએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તમે પોલીસમાં મારી શું કામ ખોટી બાતમી આપો છો તેમ કહેતા લીરીબેને એવું જણાવ્યુ હતુ કે, પોતે કોઈ બાતમી આપી નથી. તેથી ભરતે આજે તને મારી નાખવી છે. તેમ કહીને કુહાડી વડે ખભા ઉપર,જમણા હાથમાં ઘા માર્યા હતા.તથા કમર અને પીઠના ભાગે મૂઢ માર માર્યો હતો.શાંતિબેને વચ્ચે પડીને લીરીબેનને બચાવ્યા હતા.ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને જાણ કરી હતી .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application