પોરબંદર એન્ટી કરપ્શન બ્યુરોએ માંગરોળના મકતુપુર ચેકપોસ્ટ પરથી માંગરોળ મરીન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલને ૬૫૦૦ ા.ની લાંચ લેતા રંગે હાથ પકડી લીધો હતો.
માંગરોળ મરીન પોલીસ મથકનો આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ કારુભાઇ સીસોદીયા માંગરોળની મકતુપુર ચેકપોસ્ટ પાસે ૬૫૦૦ ાની લાંચ સ્વીકારતા પોરબંદર એ.સી.બી. પોલીસ ઇન્સપેકટર બી.કે.ગમારની ટ્રેકમાં ફસાઇ ગયો હતો જેની વિગત એવી છે કે ફરીયાદીના કાકાના દીકરાની ટ્રક પોરબંદરથી બોકસાઇટ ભરીને અમરેલી જતી હતી અને આ બોકસાઇટની ટ્રકમાં રોયલ્ટી પાસ તથા નિયમ પ્રમાણે અન્ડરલોડ હોવા છતા કોન્સ્ટેબલ ચંદ્રસિંહ સીસોદીયા આવી ટ્રકને રોકતો હતો ત્યારબાદ તેને મળતા એક ટ્રક દીઠ ૫૦૦ ા હપ્તો આપવો પડશે અને ચાર ટ્રકના ચાર મહિનાના ૮૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને બંને વચ્ચે થયેલી રકઝકના કારણે અંતે ૬૫૦૦ ા. લાંચ પેટે આપવાનુ નક્કી કર્યુ હતુ તેથી ફરીયાદી લાંચ આપવા માંગતા નહી હોવાથી પોરબંદર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ગઇકાલે મખ્તુપુર ચેકપોસ્ટ પાસે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. પંચની બમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને કોન્સ્ટેબલ ચંદ્રસિંહ સીસોદીયાએ ૬૫૦૦ ા.ની લાંચ સ્વીકારી હતી ત્યારે જ એ.સી.બી.નો કાફલો ત્રાટકયો હતો અને તેને રંગે હાથ પકડી પાડયો હતો તથા ચંદ્રસિંહ સીસોદીયા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ટ્રેપ કરનાર પોરબંદર એ.સી.બી. પોલીસસ્ટેશનના ઇન્સપેકટર બી.કે.ગમારે સુપરવિઝન અધિકારી ઇન્ચાર્જ મદદનીશ નિયામક જૂનાગઢ એકમ લાંચ શ્વત વિરોધી બ્યુરોના જી.વી. પઢેરીયાના માર્ગદર્શન નીચે આ ટ્રેપ ગોઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech