ટેસ્લા અને સ્પેસએકસના સીઈઓ એલોન મસ્કે વૈશ્વિક વસ્તીમાં ઘટાડા અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે એકસ પર પોસ્ટ શેર કરતી વખતે તેને વિશ્વની સૌથી મોટી સમસ્યા ગણાવી. મસ્કે ટેસ્લા ઓનર્સ સિલિકોન વેલી એકાઉન્ટ દ્રારા શેર કરેલ ગ્રાફ ફરીથી પોસ્ટ કર્યેા. તે ૨૦૧૮ અને ૨૧૦૦ વચ્ચે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં ફેરફાર દર્શાવે છે. ગ્રાફ મુજબ ભારત અને ચીન સહિત વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની વસ્તી આગામી વર્ષેામાં ઝડપથી ઘટશે. આ ગ્રાફ નાઈજીરીયા, યુએસએ, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનની વસ્તીમાં થયેલા ફેરફારોનો ડેટા દર્શાવે છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વસ્તીમાં ઘટાડો માનવતા માટે સૌથી મોટો ખતરો છે. નોંધનીય છે કે નિષ્ણાતો લાંબા સમયથી સંકેત આપી રહ્યા છે કે વિશ્વ વસ્તી ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે. આનાથી કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે તેના પર ચર્ચા ચાલુ છે. વસ્તીમાં ઘટાડો થવાના મુખ્ય કારણોમાં પ્રજનન દરમાં ઘટાડો, સ્થળાંતર અને વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે. ઘણા દેશોમાં ક્રી દીઠ બાળકોની સરેરાશ સંખ્યા ઘટીને ૨.૧ થઈ ગઈ છે. એકસ પર પોસ્ટ સ્ટેટિસ્ટિકાના ગ્રાફ અનુસાર, ૨૦૧૮માં ભારત અને ચીન બંનેની વસ્તી લગભગ ૧.૫–૧.૫ અબજ હતી. તેમની વસ્તી ઝડપથી બદલાઈ રહી છે. ભારતની વસ્તી ૨૧૦૦ સુધીમાં ઘટીને માત્ર ૧.૧ અબજથી ઓછી થવાનો અંદાજ છે. એટલે કે લગભગ ૪૦ કરોડ પિયાનો ઘટાડો થશે. ચીનની વસ્તીમાં પણ ૭૩.૧૯ કરોડનો ઘટાડો થવાની સંભાવના છે. નાઈજીરીયા ૭૯.૦૧ કરોડની વસ્તી સાથે બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech