યુવક મહોત્સવને નબળો પ્રતિસાદ ૨૩૫માંથી ૬૧ કોલેજે જ ભાગ લીધો

  • September 25, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 17 થી 19 ઓક્ટોબર દરમ્યાન યુવક મહોત્સવ યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. યુવક મહોત્સવમાં જુદી જુદી સ્પધર્ઓિના એન્ટ્રી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ગયા સપ્તાહથી શરૂ થઈ ગઈ છે અને હવે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા આડે માત્ર 48 કલાક બાકી છે. આમ છતાં યુનિવર્સિટી એફીલિયેટેડ 235 માંથી માત્ર 61 કોલેજોના વિદ્યાર્થીઓએ એન્ટ્રી ફોર્મ રજૂ કયર્િ છે.
નબળા પ્રતિસાદ મામલે કોલેજ સંચાલકોના જણાવ્યા મુજબ મોટાભાગની કોલેજોમાં સંખ્યાબંધ બેઠકો ખાલી પડી છે. એક બાજુ હજુ એડમિશન ની પ્રોસેસ પૂરી થઈ નથી. આ બંને બાબતો અમારા માટે નેગેટિવ છે આ ઉપરાંત એક જ વર્ષમાં બે બે વખત યુવક મહોત્સવ યોજાઈ તેવું ભૂતકાળમાં કદી બન્યું નથી. આગલા વર્ષનો પેન્ડિંગ યુવક મહોત્સવ પૂર્વ કાર્યકારી કુલપતિ નીલામબરીબેન દવેના કાર્યકાળમાં માર્ચ 2024 માં યોજવામાં આવ્યો હતો અને હવે ફરી ઓક્ટોબરમાં યુવક મહોત્સવ યોજાઈ રહ્યો છે. આમાં ’ ભણશે ગુજરાત અને રમશે ગુજરાત’માંથી કયા સ્લોગનનો અમલ કરવો તે મોટો પ્રશ્ન છે.
યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આગામી તારીખ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન યોજનારા યુવક મહોત્સવમાં સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિભાગની જુદી જુદી 33 સ્પધર્િ રાખવામાં આવી છે. 61 કોલેજના 1500 થી વધુ વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય દાખવશે. કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે યોજાનારા ત્રણ દિવસના આ યુવક મહોત્સવમાં દુહા છંદ પ્રાચીન રાસ લોકગીત ભજન હાલરડા શાસ્ત્રીય સંગીત નૃત્ય જેવી કલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને પ્રફુલભાઈ પાનેસરીયાને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News