૧૨–જામનગર લોકસભા બેઠક પર ઇતિહાસ રચાઇ રહ્યો છે અને પ્રથમ વખત મહીલા સાંસદ તરીકે પૂનમબેન માડમ વિજયની હેટ્રીક કરવા તરફ મકકમતાપૂર્વક આગળ વધી રહ્યા છે, આ લખાય છે ત્યારે સવારના ૧૦:૪૫ સુધી પૂનમબેન માડમે અડધા લાખથી વધુની લીડ મેળવી લીધી છે અને હવે આ લીડમાં કોઇ ફેરફાર થવાની સંભાવનાઓ દેખાતી નથી, અપેક્ષા મુજબ પરીણામ આવ્યું છે અને જામનગર–દેવભૂમિ દ્રારકાના મતદારોએ ભાજપને ખોબલે–ખોબલે મત આપ્યાનું સામે આવી રહ્યું છે.
૨૦૧૪ અને ૨૦૧૯માં પહેલા વિક્રમ માડમ અને ત્યારબાદ મુળુભાઇ કંડોરીયાને અનુક્રમે પરાજીત કરનારા સાંસદ પૂનમબેન માડમની ત્રીજી ટર્મ માટે ભાજપે પસંદગી કરી હતી અને ભાજપની આ પસંદગી ખરી ઉતરી છે, કારણ કે આ વખતે સંજોગો અલગ હોવા છતાં પૂનમબેન માડમે મકકમતાપૂર્વક પુરા વિશ્ર્વાસ સાથે ચંૂટણી લડી હતી અને હાલમાં તેઓ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે. જામનગરમાં ક્ષત્રિય સમાજના વિરોધ અને આંદોલનને લઇને બેઠકને હોટ માનવામાં આવતી હતી, જો કે આજકાલ દ્રારા પ્રારંભથી એવું કહેવામાં આવતું હતું કે, પૂનમબેન માડમની જીત નિિત છે અને આજે આવી રહેલા પરીણામ પરથી આ બાબત સુનિિત થતી દેખાય છે. ૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકામાં ગુજરાતભરની સાથે ૧૨–જામનગર લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી અને આજે ૪ જૂનના લાંબા ઇન્તેજાર બાદ આખરે લોકચૂકાદો સામે આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech