રાજયમાં ખ્યાતિ કાંડ બાદ આરોગ્ય ક્ષેત્રે એક પછી એક મોટા ગોટાળા બહાર આવી રહ્યા, ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હજુ પુરી નથી થઇ ત્યાં સુરતમાં નકલી ડોકટર બનવાના ડિગ્રીના રેકેટ અને ત્યાર પછી કડીનું નસબંધી કાંડ આમ એક પછી એક રાજયની પ્રાઇવેટ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાના અજગરી કૌભાંડોથી રાયનું આરોગ્ય વિભાગ બેકફટ છે. અને ખુદ મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગમાં ચાલતી લાલીયાવાડીની ગંભીર નોંધ લેવી પડી છે. એટલું જ નહીં વાત એવી પણ છે કે, આ પ્રકરણમાં કેન્દ્રની ટિમએ તપાસ માટે આવવું પડું છે. આરોગ્ય ક્ષેત્રે કેટલું લોલંલોલ ચાલે છે એ રાજકોટ સહીત રાજયના સીએચસી, પીએચસી, ડીસ્ટ્રીક હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ્સ, કિલનિક, ડાયોસ્ટિકસ, લેબોરેટરી, પ્રસૂતિઓ ગૃહો, મેડિકલ કોલેજો, નસગ ઇન્સ્ટિટ્યૂટ સહિતનામા નિષ્ઠા પૂર્વક તપાસ કરવામાં આવે તો ખુબ મોટા સ્કેમ બહાર આવી શકે છે.
હોસ્પિટલ્સમાં ડોકટર્સ પછીની દર્દીઓની સારવાર માટેની જવાબદારી આવે છે એ રાજકોટ સહીત રાયના નસગ ઇન્સ્ટિટ્યૂટ કયાંક દુકાનોમાં તો કયાંક નાનીમોટી બિલ્ડીગોમાં ચાલી રહ્યા છે. પ્રાઇવેટ સ્કૂલ જે રીતે મંજૂરી મેળવી ચલાવાય છે એજ રીતે ખાનગી નસગ કોલેજોને રાજકીય ઓથ, ખનખનિયા ના જોરે સરકારના જ વિભાગમાંથી મંજૂરી આપી દેવામાં આવે છે. મંજૂરી પ્રકિયા પુરી થયા બાદ રાયના આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી અને મીટીંગોમાં બેસી ચા નાસ્તો કરી જલસો જ મારી રહ્યા છે. અને તેનો લાભ નસગ ઇન્સ્ટિટ્યૂટ અને સંચાલકો ઉઠાવી રહ્યા છે. જે રીતે પ્રાઇવેટ સ્કૂલની મંજૂરી આપતી વખતે રમત ગમતનું ગ્રાઉન્ડ, નિયમ મુજબ કલાસ મ, બેઠક વ્યવસ્થા સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે તેમ નસગ ઇન્સ્િટયૂટમાં પણ તબીબી સારવારને લગતા સાધનો, જરી કિટ, લેબ સહિતની વ્યવસ્થાઓ જરી હોઈ છે પરંતુ આ બધું જ સ્થળ પર નહિ કાગળ પર જોવા મળે છે. એટલું જ નહીં પૂરતા અને કવોલિફાઈડ ફેકલ્ટી પણ નથી. પ્રેકિટકલમાં જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સંચાલકો સેટિંગ ગોઠવી લે છે અને એડમિશન સમયે જ તગડી ફી વસૂલી પાસ કરી દેવાની ગેરેંટીનું વાલીઓને આપેલું કોલેજ સંચાલકો પ્રોમિસ પૂં પાડી બતાવે છે, સરવાળે જે નસગ ઇન્સ્િટટુટમાંથી તૈયાર થઇ વ્યકિત દર્દીઓની સારવાર આપવા માટે જાય એ નસગ કર્મચારી નહીં પરંતુ ડરી માટે યમરાજ બનીને જ જઈ રહ્યા હોઈ એ કહેવું અતિશિયોકિત નથી.
જેનું નયુ ઉદાહરણ તાજેતરમાં જ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સોઢા નસગ કોલેજના બીજા વર્ષના વિધાર્થીએ ન્યુબિલાઇઝરમાં નાખીને આપવાનું ઇન્જેકશન બાળકની પગની વેનમાં આપી દેતા માસૂમનું મોત થયું હતું અને આ કેસમાં નસગ સ્ટુડન્ટ કે જેનો હજુ અભ્યાસ પૂરો પણ નહતો કર્યેા તેને જેલમાં જવાની નોબત આવી છે. આ પાછળ પૈસાની લ્હાયમાં એડમિશન આપી સીટ ભરતા નસગ કોલેજ સંચાલકોની સાથે સાથે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે કે માનવ જિંદગીની સારવાર કરવા માટે ખુબ સારો અભ્યાસ કરે એ ધ્યાન આપવાની બદલે જલ્દીથી પાસ થઇ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરીએ લાગી જાય એ માટે વધુ તત્પર હોઈ છે અને એથી પણ વધુ બેજવાબદાર રાયનું આરોગ્ય વિભાગ છે કે, રાજકોટ સહીત રાયની નસગ કોલેજો કેવી રીતે ચાલી રહી છે તેનું સ્કોડ બનાવી ચેકીંગ કરવામાં આવતું નથી. જેના કારણે નસગ ઇન્સ્ટિટ્યૂટમાંથી સારા નસગ કર્મચારી નહીં પરંતુ માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર વ્યકિતઓ તૈયાર થઇ નીકળી રહ્યા છે.
આવા લોકોના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ઉપર પણ જીવનું જોખમ સર્જાય રહ્યું છે. પરંતુ સરકારની હંમેશના માફક ઘોડા છૂટે પછી તબેલાને તાડા મારવાની નીતિથી અનેક ઘટનાઓ–દુર્ઘટનાઓમાં માનવ જિંદગી હોમાઈ છે. ત્યારે સત્વરે રાજકોટ સહિત રાજયની નસગ ઇન્સ્ટિટ્યૂટમાં સીધી સરકારમાંથી જ સ્કોડ બનાવી રજિસ્ટ્રેશનથી લઇ વિધાર્થીઓને અપાતી તાલીમ અને શિક્ષણ બાબતે તપાસ કરી લોલંલોલ ચાલતી ઇન્સ્ટિટ્યૂટસામે આકરી કાર્યવાહી કરી આવતા દિવસોમાં આરોગ્ય ક્ષેત્રે વધુ મોટા કાંડ ન સર્જાય એની તકેદારી રાખવી વધુ આવશ્યક છે
નસિગ કાઉન્સિલ–યુનિયનના મિલાપીપણાથી ચાલતું સેટિંગ?
નસગ માટેનું રાય નસગ કાઉન્સિલ અને નસગ કર્મચારીઓના પ્રશ્નો માટેનું યુનિયન કાર્યરત છે, કાઉન્સિલમાં રજિસ્ટ્રારની સરકારમાંથી નિમણુકં થાય છે અને યુનિયનના હોદેદારો અને સભ્યો ચૂંટણી યોજી નીમવામાં આવે છે. પરંતુ યુનિયનના અને કાઉન્સિલના ચોક્કસ લોકોની મિલાપીપણાથી અને ગાંધીનગર સુધી મંત્રીઓ સાથે ધરોબો ધરાવતા હોવાથી નસગ કોલેજોને માન્યતાથી લઇ પરીક્ષા અને ઇન્સ્પેકશનમાં કોઈ મુશ્કેલી પડતી નથી જેના બદલામાં સેટિગિયા સરકારી કર્મચારીઓને લાખો પિયાના કવર પહોંચાડવામાં આવી રહ્યા છે.
સરકાર સીધી સ્કવોડ બનાવી ચેકિંગ કરે તો અનેક ગોટાળા બહાર આવે
અત્યાર સુધી રેવન્યુ અને શિક્ષણ વિભાગમાં સ્કેમ બહાર આવતા હતા પરંતુ હવે આરોગ્ય વિભાગમાં પણ મસ મોટા કૌભાંડો ચાલી રહ્યાનું ખુલતા સરકારમાં પણ હડકપં મચી જવા પામ્યો છે. આરોગ્ય મંત્રી અને પ્રવકતા ઋષિકેશ પટેલ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. જવાબદારી નામે આરોગ્ય વિભાગ પાસે કાંઈ કહેવા જેવું રહ્યું નથી. રાયની નસગ ઇન્સ્િટટૂટમાં પણ પીએમજેએવાય યોજનાની જેમ સરકાર સીધી સ્કોડ બનાવી સ્થળ સહિતની તપાસ શ કરે તો અનેક ગોબાચારીથી સંચાલકોએ ઇન્સ્િટટૂટને તાળા મારવા પડે એવી નોબત આવી શકે છે.
ઘટના પછી જ તપાસ અને સુધારાઓ માટે પગલાં, પહેલા કેમ નહીં?
દેશ અને રાયમાં કોઈ મોટી માનવસર્જિત દુર્ઘટના ઘટે ત્યારે અગાઉની ઘટનાઓમાંથી બોધપાઠ લેવાને બદલે સરકાર અને તત્રં ગાઢ નિંદ્રામાં સૂતું હોઈ છે. ઉદાહરણ સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાની હરણી દુર્ઘટના અને એ પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડએ પછી સમગ્ર રાયમાં ફાયરનું ચેકીંગ અને ફાયરના સાધનો ન હોઈ ત્યાં આકરી કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા હતા. અને હજુ હાલની જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ, જે સામે આવ્યા બાદ આરોગ્ય ક્ષેત્ર અને યોજનાઓમાં સુધારા સાથે ફેરફાર, નવી એસઓપી બનાવાઈ ત્યારે આવી ઘટના પછી જ કડક કાર્યવાહી કરવાના આદેશ છોડવામાં આવે તો ઘટના બન્યા પહેલા કેમ નહીં ? હોસ્પિટલમાં ડોકટર કે નસગ કર્મચારીઓના પાયાના તબીબી શિક્ષણના અભાવે એકલ દોકલ બાળકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં બાળકો કે નિર્દેાષ દર્દીઓ બેદરકારીનો ભોગ ન બને એ માટે અત્યારથી જ નસગ કોલેજમાં ચેકીંગ શું કામ નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંધ્યા થિયેટર અકસ્માત પર અલ્લુ અર્જુને કહ્યું હતું- હવે ફિલ્મ હિટ થશે, અકબરુદ્દીન ઓવૈસીનો દાવો
December 21, 2024 05:48 PMચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMરજાઓથી ભરપુર ૨૦૨૫, આવી રહ્યાં છે લોંગ વીકએન્ડ
December 21, 2024 05:12 PMરાજ્યની તમામ ૧૧૨ SDPO-ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
December 21, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech