અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી મહિલાના ઘરમાં ઘૂસી ભાજપ્નો એક આગેવાને મનાવવા પ્રયાસ કરતા અહીંના લોકોએ ઘર બંધ કરી આખી રાત આ શખ્સ ને પૂરી દીધો હતો ભારે હોબાળા બાદ ભાજપના કેટલાક કાર્યકરોની ધમકી બાદ તેને જવા દેવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લાના ભાજપ્ના અને કોંગ્રેસના અગ્રણીઓએ આ બાબતે દુષ્કર્મની ફરિયાદ નોંધવા માગણી ઉઠાવી છે..... જિલ્લાની ચકચાર મચાવતી આ ઘટના અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટમાં બુધવાર ની રાત્રે બની હતી અગાઉ લોકસભાની ચૂંટણી વખતે મારામારીમાં સંડોવાયેલા ભાજપ્ના એક આગેવાન રાત્રિના સમયે પોતાની સ્ત્રી મિત્રને મળવા માટે અહીં ગયા હતા બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ હોય આ શખ્સ અવારનવાર અહીં આવતો હોય આસપાસના રહીશોને પણ આ પ્રકારનું દુષણ ગમતું ન હતું. જેને પગલે ગઈ રાત્રે આ સક્ષ સરકારી નોકરી કરતી અને એકલી રહેતી મહિલાના ઘરમાં ઘૂસી ગયો એ સમયે આસપાસના રહીશોએ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને આખી રાત તેને ઘરમાં પૂરી દીધો હતો અહીંના રહીશોએ મચાવ્યો હતો અને તેને મેથીપાક પણ આપેલું કહેવાય છે યુવકને સવાર સુધી જવા દેવાયો ન હતો તો કે સવારે અહીં ભાજપ્ના કેટલાક રહીશોને ધમકી આપી આ યોગને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ પક્ષ આ મામલે કશું બોલવા ન દેવા ને ધમકાવ્યા હતા જોકે શહેરભરમાં આ મુદ્દે ચકચાર મચી જતા મહિલા પોતાનું ઘર બંધ કરી બહારગામ ચાલી ગયેલ છે નવરાત્રીમાં દુષ્કર્મ અને છેડતી જેવી ઘટનાઓ વધી છે તેથી સ્થિતિની વચ્ચે આ પ્રકારની ઘટના રોકવા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આગળ આવ્યા હતા. ભાજપ્ના નેતા દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સંસદ કાછડીયા તેમજ કોંગ્રેસ ના વિરજીભાઈ ઠુંમર તથા પ્રદેશ અધ્યક્ષા જેનીબેન ઠુંમર સહિતના આગેવાનોએ આ કેસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવા જવાબદારો સામે પગલાં લેવા માંગ ઉઠાવી છે દિલીપભાઈ સંઘાણીએ આ મુદ્દે છે ગૃહ મંત્રી સુધી રજૂઆત કરી છે તેમજ મહિલા આયોગ તથા અમરેલીના એસ.પી ને એક પત્ર પાઠવી આ કાંડમાં સંડોયેલા તમામ સામે કડક અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે નારણભાઈ કાછડીયા એ આવા તત્વોને ખુલ્લા પાડવા ગૃહ વિભાગને લખ્યું છે જેનીબેન ઠુમરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપ્ના એક આગેવાન આ કેસ ને રફેદફે કરવા માટે પોલીસ પર દબાણ વધારી રહ્યા છે ઘટના સ્થળેથી આ આગેવાનની બાઈક હતી છતાં તે પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ નથી આરોપીઓને પકડી અને સખત સજા કરવા માગ ઉઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMલગ્ન પ્રસંગે શહેર-જિલ્લામાં હવે ફટકડા નહીં ફોડી શકાય
May 10, 2025 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech