બાંગ્લાદેશ બાદ હવે થાઈલેન્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. થાઈલેન્ડની બંધારણીય અદાલતે બુધવારે વડાપ્રધાન શ્રેથા થવિસિનને પદ પરથી હટાવી દીધા છે. નૈતિકતાના કેસમાં કોર્ટે તેમની સામે ચુકાદો આપ્યો છે. આ નિર્ણય બાદ થાઈલેન્ડમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવ્યો છે. ન્યાયાધીશોએ 5-4થી ચુકાદો આપ્યો કે શ્રેથા થવિસીને તેના કેબિનેટમાં ફોજદારી વકીલની નિમણૂક કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસ થાઈલેન્ડના પૂર્વ શાસક જુંટા દ્વારા નિયુક્ત પૂર્વ સેનેટરોના જૂથ દ્વારા લાવવામાં આવ્યો હતો.
આના એક સપ્તાહ પહેલા જ કોર્ટે મુખ્ય વિપક્ષી પાર્ટીનું વિસર્જન કર્યું હતું. કોર્ટના આદેશથી થાઈલેન્ડના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. બંધારણીય અદાલતે શ્રેથાને કેબિનેટ સભ્યની નિમણૂક માટે દોષિત ઠેરવ્યા હતા, જેઓ કોર્ટના અધિકારીને લાંચ આપવા બદલ જેલમાં હતા. કોર્ટે 5:4ની બહુમતીથી શ્રેથા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.
નવા પીએમની નિમણૂક ન થાય ત્યાં સુધી કેબિનેટ રહેશે યથાવત
જ્યાં સુધી સંસદ નવા વડાપ્રધાનની નિમણૂક ન કરે ત્યાં સુધી કેબિનેટ કેરટેકર આધારે યથાવત રહેશે. સંસદને આ પદ પર નિમણૂક માટે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. શ્રેથાએ એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલ દરમિયાન પીચિત ચુએનબાનને વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
પિચિતને 2008માં કોર્ટના તિરસ્કાર માટે છ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી જ્યારે તેણે પૂર્વ વડાપ્રધાન થાક્સિન શિનાવાત્રાને સંડોવતા કેસમાં 2 મિલિયન બાહ્ટ (55,000 અમેરિકી ડોલર) સાથે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના પર વિવાદ જ્યારે ફરી ઉભો થયો, ત્યારે પિચિટે તેમની નિમણૂકના થોડા સપ્તાહ બાદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોર્ટે કહ્યું કે, જો કે પિચિત પહેલાથી જ જેલની સજા ભોગવી ચૂક્યો છે, તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેનું વર્તન અપ્રમાણિક હતું. તેમને ચુકાદો આપ્યો કે વડાપ્રધાન તરીકે શ્રેથાને તેમના કેબિનેટ સાથીઓની લાયકાતની ચકાસણી કરવાની જવાબદારી હતી. કોર્ટે કહ્યું કે, શ્રેથા પિચિતના ભૂતકાળથી વાકેફ હતા પરંતુ તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કર્યા અને આમ નૈતિક સંહિતાનું ઉલ્લંઘન કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech