પ્રયાગરાજમાં મહાકુંભના આયોજનની તૈયારીઓ વચ્ચે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ સંગમમાં ગયો હતો યાં તેણે સંગમમાં ડૂબકી લગાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો પુત્ર પણ સાથે જોવા મળી શકે છે. મહાકુંભની શઆત પહેલા સંગમમાં મોહમ્મદ કૈફના ડૂબકી મારવા પર અખાડા પરિષદના પ્રમુખ સ્વામી રવિન્દ્ર પુરીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે દરેક બિન–હિન્દુએ તેનું પાલન
કરવું જોઈએ.
સ્વામી રવિન્દ્ર પુરીએ મોહમ્મદ કૈફના વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું, મોહમ્મદ કૈફ બિન–હિન્દુ નથી, તે ભારતના મહાન ખેલાડી છે અને આપણું ગૌરવ છે. હત્પં કહેવા માંગુ છું કે મોહમ્મદ કૈફ જેવા અમારા બધા બિન–હિંદુઓ છે. પ્રયાગરાજ, ચાલો આપણે સ્નાન કરીએ અને ભાઈચારો જાળવીએ, બધા હિંદુઓ અને શીખોએ અમને પોતાના માનવા જોઈએ. અમે તમને અમારા પોતાના માનીશું. સ્વામી રવિન્દ્ર પુરીએ વધુમાં કહ્યું કે અમે મોહમ્મદ કૈફનું સ્વાગત કરીએ છીએ. તેણે ખૂબ જ સાં કામ કયુ છે. મને લાગે છે કે દરેક બિન–હિન્દુએ તેનું પાલન કરવું જોઈએ અને અહીં આવવું જોઈએ. વાસ્તવમાં મોહમ્મદ કૈફ પ્રયાગરાજનો રહેવાસી છે. મહાકુંભની તૈયારીઓ વચ્ચે તેઓ પોતાના ઘરે આવ્યા છે. આ સમય દરમિયાન તેઓ મહાકુંભની તૈયારીઓ જોવા માટે નીકળ્યા હતા અને યાં તેમણે બાળપણ વિતાવ્યું હતું તે ઘાટ જોયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMલાપતા લેડીઝ અરબી ફિલ્મની નકલ હોવાનો આરોપ
April 02, 2025 11:59 AM20 વર્ષથી મેં ગરમ જ પાણી પીધું: ગૌતમી કપૂર
April 02, 2025 11:58 AMઅબીર ગુલાલ'માં પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાનને કાસ્ટ કરાતા હોબાળો
April 02, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech