સુધરાઈની ચુટણીઓના ભણકારા વાગતા જ માંગરોળમાં રાજકીય હલચલ તેજ થઈ જવા પામી છે નવ વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી લડવા ઈરછુકો પ્રજા અને પાર્ટી વડાઓ પાસે સંપર્કો વધારતા દેખાઈ રહ્યા છે નવા વર્ષે પોતાના સમાજના સ્નેહ મિલનો યોજી પોતાનો પ્રભાવ ઉભો કરવા ના નુસ્ખાઓ પણ યોજાતા જોવા મળ્યા છે ટીકીટ વારછુઓ ગોડ ફાધરોને મળી તેને પ્રભાવિત કરતા દેખાઈ છે
માંગરોળ સુધરાઈમા ધણા સમયથી કોંગ્રેસ સત્તા પર રહી છે હિન્દુ બહુમતી ધરાવતા વોર્ડ નંબર બે, ત્રણ અને પાંચ બંદર વિસ્તાર જ્યાંથી દર વખતે ભાજપના ચારે ચાર ઉમેદવારો બિનહરીફ ચુંટાય છે ભાજપ્ના ગઢ જેવા ગણાય છે અહીંથી ભાજપ્ની આખી પેનલ જીતતી આવી છે વોર્ડ નંબર સાતમા ભાજપ્ના બે સભ્યો ચુંટાય છે 36 સભ્યોની સુધરાઈ બોડીમા લગભગ દર વખતે 14 સભ્યો ચુંટાય છે વોર્ડ નંબર એક અને નવ કોંગ્રેસનો ગઢ ગણાય છે અન્ય વોર્ડમાં તેનો મુકાબલો અપક્ષો સાથે હોય છે કોંગ્રેસ ભાજપ્ના ગઢ જેવા વોર્ડ નંબર બે,ત્રણ અને દર વખતે બિનહરીફ થતાં વોર્ડ નંબર પાંચમા પોતાના ઉમેદવારો ઉતારતી નથી વોર્ડ નંબર બે અને ત્રણમાં ભાજપ્નો મુકાબલો અપક્ષો સાથે હોય છે આજ રીતે હિન્દુ -મુસ્લિમની સંયુક્ત વસ્તી ધરાવતા વોર્ડ નં એક અને સાત સીવાયના વોર્ડમાં ભાજપ્ને ઉમેદવાર મળતા નથી આથી દર વખતે બાર અને ચૌદ બેઠકોમાં સમેટાઈ જતા ભાજપ્ને બહુમતિ નાં જાદુઇ આંકડા 19 થી દુર રહેવું પડતું હોય વિપક્ષ માં બેસવું પડે છે જોકે સતા માં આવતી કોંગ્રેસના પદાધિકારીઓ ભાજપ્ના સ્થાનિક આગેવાનો સાથે સુંવાળા સંબંધો ધરાવતા હોય ગાંધી વૈદ્ય નું સહિયારું કહેવત ની જેમ વિપક્ષે હોવા છતાં ભાજપ તરફથી ક્યારેય સુધરાઈના વહિવટ સામે કોઈ સવાલો ઉઠાવાતા નથી અને પાછલા બારણેથી સુધરાઈની સતાનો સંયુક્ત ભોગવટો કરતા જણાય છે અને હાડમારી પ્રજા એ ભોગવવી પડે છે
આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે ગત ધારાસભાની ચુંટણીમાં પ્રભાવશાળી દેખાવ કરનાર આમ આદમી પાર્ટી તથા ઔવેશીની મીમ પાર્ટી પણ સુધરાઈ ની ચુટણી માં ઉમેદવારો ઉભા રાખી પડકાર ઉભો કરતી જોવા મળે છે આમ આદમી પાર્ટીએ તો ધારાસભા ની ચુંટણી બાદ પાણી, સફાઈ સહિતના શહેરની પ્રજાના કનડતા પ્રશ્ર્નો ઉઠાવતા રહી સરકારી વહિવટદારના શાશન વાળી સુધરાઈ ના સત્તાધિશો સાથે સંધર્ષ કરી પ્રજાનો અવાજ ઉઠાવતા રહી પ્રજાનું ધ્યાન આકર્ષિત કર્યું છે કોંગ્રેસ અને ભાજપ આ ગાળામાં પ્રજાને કનડતા પ્રશ્ર્નો બાબતે નિષ્ક્રિય રહી મૌન જાળવી ચુંટણી સમયે પ્રજા સમક્ષ જશે એક રીતે આ ચુંટણીમાં માંગરોળ ની જનતાને ચાર પક્ષો તથા અપક્ષો મળી પોતાનો ઉમેદવાર પસંદ કરવા પાંચ વિકલ્પ મળશે
ભાજપ વોર્ડ નંબર બે અને ત્રણ ના પોતાના દર વખતે રીપીટ કરાતા ઉમેદવારો બદલી નવા ચહેરા સાથે ચુંટણીમાં ઉતારે તેવી શક્યતા છે કોળી સમાજમાંથી કોંગ્રેસ ના આયાતી ઉમેદવાર ને બદલી ભાજપ્ના બ્રે ગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને મુકાવાની વાત ચાલે છે આ વખતે આદિજાતિ મહિલા અનામત આવતી હોય પુરૂષ ઉમેદવાર બદલાશે વોર્ડ ત્રણમાં રાજુ જોશી પણ બે ટર્મથી આવતા હોય તેની જગ્યાએ કોઈ નવા ઉમેદવાર નું નામ આવી શકે, કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદારી કરી ઉપ પ્રમુખ બનેલા મુન્ના વિઠલાણી ચુંટણી લડવા માગતા ન હોય નવો ઉમેદવાર ઉતારવો પડશે ભોંય સમાજના મહિલા ઉમેદવાર ને પણ બદલવાની વાત ચચર્ઈિ છે નવા ઉમેદવાર તરીકે હાલના શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, કિશોર સરવૈયા,ભગીરથ સિંહ ચુડાસમા સહિતના નામો ચચર્મિાં છે
કોંગ્રેસ ફરી એક વખત પૂર્વ પ્રમુખ મહંમદ હુસેન જેઠવાના નેતૃત્વમાં તેની પસંદગીના ઉમેદવારો ચૂંટણીમાં ઉતારી શકે છે
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુકત રીતે ગઠબંધન કરી ચુંટણીમાં ઉતરવા ચર્ચા કરતી હોવાનું પણ કહેવાય છે કોંગ્રેસ (એટલે મહંમદ હત્પસેન જેઠવા ગૃપ) તેને માત્ર બે બેઠકો આપવા માગતું હોય જો આગળ પાછળ નહીં થાય તો આમ આદમી પાર્ટી દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતારી શકે છે આમ આદમી પાર્ટીએ તો પોતાની ઓફીસ ખોલી ચુંટણીની તૈયારો શ કરી દીધી છે જગમાલ વાળા સતત માંગરોળ ની મુલાકાતો લઈ અહીંના સંગઠ્ઠનને જર પડે બધી બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર રાખી ચુંટણી માટે સ કરવા માર્ગદર્શન કરી રહ્યા છે ગત્ ધારાસભાની ચુંટણીમાં માંગરોળમાં પાર્ટીનો નબળો દેખાવ થતાં જીતવાની બેઠક હારી જતા આપ પાર્ટીએ માંગરોળ માં પોતાની રાજકીય વગ વધારવા સુધરાઈની ચુંટણી સ્વતત્રં રીતે લડવી જરી બનતી હોય તે રીતે પણ આમ આદમી પાર્ટી માટે આ ચુંટણી મારફતે પ્રજા સુધી પહોંચવા અને પાર્ટીના મુળીયા જમાવવા ગંભીરતાથી લડવી પડે તેમ છે
અત્યારે થોભો અને રાહ જુઓની નિતી સાથે કામે લાગેલી જોવા મળે છે.
ઔવેશીની મીમ પાર્ટીના સંગઠને પણ સુધરાઈની ચુંટણીમાં ઝંપલાવવા તેયારીઓ હાથ ધરી છે ટુંક સમયમાં જ તેની બેઠકો અને મીટીંગો નો દોર શ થનાર છે ગત્ ધારાસભાની ચૂંટણી જોતાં મીમ પાર્ટી માટે આ વખતે ઉજળી તક જોવાઈ રહી છે સુધરાઈ માં ગત્ બોડીમા ભાજપના નામથી ડરાવી ભાજપ સાથે સત્તામાં ભાગીદારી કરનાર કોંગ્રેસ સામે મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તેનો સીધો લાભ મીમ પાર્ટીના ઉમેદવારો ને મળી શકે છે મીમ પાર્ટી પણ લડાયક મૂડમાં જોવા મળતી હોય તેના માટે આ ચુંટણી પ્રતિ ા નો જગં હોય માંગરોળ માં પોતાની રાજકીય વગ વધારવા ફરી એક વખત પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદ્દદ્દત્પદિન ઔવેશી પોતાની પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે માંગરોળ આવી શકે છે ઔવેશી નો સ્થાનિક મીમ પાર્ટીના નેતાઓ સાથે નો જીવતં સંપર્ક જોતાં રાષ્ટ્ર્રીય કક્ષાએ થી પણ સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના ઉવળ દેખાવ માટે સતા કેળવાઈ રહી છે. એકંદરે માંગરોળ સુધરાઈ ની ચુંટણી માટે સ્થાનિક પ્રજામાં હજુ ચહલપહલ જોવા મળતી નથી પરંતુ રાજકીય પક્ષો અને ચુંટણી લડવા ઈરછુકોએ તૈયારીઓ શ કરી દીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાઈવે પર વાહનોમાંથી ગેરકાયદેસર લાઈટો કરાઈ દુર
November 22, 2024 01:45 PMવીરભનુની ખાંભીથી નિરમા ફેક્ટરી સુધી ના રોડ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા ક્યારે?
November 22, 2024 01:44 PMમુખ્યમંત્રી લગ્નપ્રસંગે હળવાશની પળોમાં
November 22, 2024 01:43 PMરત્નાકર શાળાના ભુલકાઓને શિયાળ પરિવારે આપી અમુલ્ય ભેટ
November 22, 2024 01:42 PMસરકારી ભાવસિંહજી હોસ્પિટલને આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ થઇ અર્પણ
November 22, 2024 01:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech