શહેરના શિતલ પાર્ક પાસે એસઓજીની ટીમે દરોડો પાડી શંકાસ્પદ પનીરનું ઉત્પદાન કરતું કારખાનું ઝડપી લીધું હતું.પોલીસે અહીંથી 800 કિલો પ્નીર સહિતનો સામાન કબજે કર્યો હતો.શંકાસ્પદ પ્નીર પરિક્ષણ માટે લેબ મોકલવામાં આવ્યો છે.જન આરોગ્ય માટે ગંભીર આ બાબતમા ઝડપથી તપાસ થઇ શકે તે માટે પ્નીરના સેમ્પલનો રિપોર્ટ ઝડપી આવે તે માટે પોલીસ દ્વારા લેબ.ને પત્ર લખાવામાં આવશે. સામાન્ય રીતે આવા રિપોર્ટ સાડા ત્રણ માસ બાદ આવતા હોય છે.
એસઓજીનાં પીઆઈ એસ.એમ. જાડેજની રાહબરીમાં પીએસઆઇ એચ.એન.હરિયાણી થતા ટીમે શીતલ પાર્કની બાજુમાં ગુજરાત ફુડઝ નામનાં યુનિટમાં દરોડો પાડી ત્યાંથી શંકાસ્પદ 800 કીલો પ્નીરનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પામ ઓઈલનાં ચારેક ડબ્બા, મીલ્ક પાવડરનો જથ્થો, 3થી 4 લીટર એસીડીક એસીડ અને બેથી ત્રણ કીલો ફ્લેકસનો જથ્થો પણ કબ્જે કર્યો હતો.
આ તમામ વસ્તુઓમાંથી નકલી પનીર બનાવી જન આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. યુનીટમાંથી રાંધણ ગેસનાં 21 બાટલા પણ મળી આવ્યા છે. જેના આધાર પુરાવા રજુ નહી કરાતા પૂરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી.
યુનિટનાં માલીક તરીકે સાધુ વાસવાણી રોડ પર રહેતા હાર્દીક કારીયાનું નામ સામે આવ્યું હતું. જે ભાડાના મકાનમાં પરપ્રાંતિય માણસોને રાખી નકલી પ્નીર તૈયાર કરાવતો હતો. પ્રાથમીક તપાસમાં નકલી પ્નીરનો જથ્થો રૂ. 160માં પડતો હોવાનું અને તેને જથ્થાબંધમાં રૂ. 180માં વેંચાતું હોવાનું જાણવા મળ્યું છે. જયારે વાસ્તવમાં અસલી પ્નીર રૂ. 450થી લઈ રૂ. 500માં વેંચાતુ હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે એસઓજીના જવાબદાર અધિકારીના અધિકારીના જણાવ્યા મુજબ,આ પ્રકરણમાં જપ્ત કરવામાં આવેલા પ્નીરના જથ્થાનું સેમ્પલ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યું છે.જેનો રિપોર્ટ ઝડપીથી આવે તે માટે પત્ર લખાવમાં આવશે.સામાન્ય રીતે આ રિપોર્ટ સાડા ત્રણ સામ આવતો હોય છે પરંતુ આ પ્રકરણમાં ઝડપથી તપાસ થઇ શકે તે માટે અરજન્ટ ગણી આ રિપોર્ટ શકય હોય તેટલી ઝડપથી આપવા મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે.
સાથોસાથ પોલીસે જણાવ્યું હતું કે,હાર્દિક અહીં શંકાસ્પદ પ્નીરનું ઉત્પાદન કરી કોઇ વેપારીને કે હોલસેલરને આપવાના બદલે ફેરીયાને કમિશનથી વેચવા માટે આપતો હતો.જેથી આ ફેરીયાોએ શહેરભરમાં રેસ્ટોરન્ટ સંચાલક સહિતનાને આ શંકાસ્પદ પ્નીર આપ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.
તામિલનાડુથી નકલી બીડી લાવ્યો’તો કોપી રાઇટ એકટ ભંગની કાર્યવાહી થશે
એસઓજીએ ગઈ તા.3નાં રોજ બજરંગવાડી શેરી નંબર-3માં આવેલા બાગે રહેમત નામનાં મકાનમાં દરોડો પાડી ત્યાંથી નકલી બીડી બનાવવાનું કારસ્તાન પકડી પાડયું હતું. આ મકાનમાં રશીદાબેન સમા નામનાં મહિલા દ્વારા છેલ્લા છએક માસથી નકલી બીડી બનાવાતી હતી. તેને ગોંડલમાં રહેતો રફીક નામનો શખસ કાચો માલસામાન આપી જતો હતો. જેના આધારે રશીદાબેન નકલી બીડી બનાવતા હતાં.તેને એક પેકેટ દીઠ રૂ. 5ની મજુરી આપવામાં આવતી હતી. એસઓજીએ મકાનમાંથી નકલી બીડીની ઝુડીનાં પેકેટ, છુટ્ટી બીડી, સ્ટીકર, પેકીંગ માટેનું લાકડાનું બોકસ, ગુંદર વગેરે મળી કુલ રૃા. 1.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલમાં રહેતો શખસ તામિલનાડુથી નકલી બીડીનો સામાન લાવ્યો હોવાનુ તપાસમાં સામે આવ્યું છે.આ અંગે કોપી રાઇટ એકટ ભંગ હેઠળ ટૂંક સમયમાં ગુનો દાખલ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech