અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલા ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડનાર બે આરોપીનું આજે પોલીસે સરઘસ કાઢ્યું હતું. બન્ને આરોપીઓએ માફી પણ માગી હતી.
જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી, તે પ્રતિમાને હટાવીને નવી પ્રતિમા મૂકવામાં આવી છે. વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ ખોખરા પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા આજે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. ત્રણ આરોપી હજુ ફરાર છે.
ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને પથ્થર મારી ખંડિત કરનારા મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરનું ખોખરા પોલીસે સરઘસ કાઢ્યુ હતું. પોલીસ બંને આરોપીને ઘટનાસ્થળે લઈને પહોંચી હતી અને ઘટનાનું રીકન્સટ્રકશન કર્યું હતું. બંને આરોપીએ બાબાસાહેબ આંબેડકરની માફી માગી હતી. આ સમયે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસ પોઈન્ટ અને CCTV લગાવવા સ્થાનિકોની માગ
ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેથી આંદોલન આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ હજી ત્રણ આરોપીઓ ધરપકડ કરવાના બાકી છે, તેની જલ્દીથી જલ્દી ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસ પોઇન્ટ મૂકવાની પણ સ્થાનિકોએ માગ છે.
પોલીસે 1 હજારથી વધુ CCTVની તપાસ્યા
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંધલે જણાવ્યું હતું કે, 23 ડિસેમ્બર, 2024ની સવારે 5 અજાણ્યા લોકો વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. 2.48 વાગ્યે બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. આ શખસો બે સ્કૂટી પર આવ્યા હતા અને મૂર્તિ ખંડિત કરીને જતા રહ્યા હતા. CP સાહેબની સૂચના મુજબ ક્રાઈમબ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમ સહિત કુલ 20 ટીમો કામ કરી રહી હતી. 1 હજારથી વધુ CCTV અને સ્કૂટીની ચકાસણી કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતિ વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. 23 ડિસેમ્બરે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા, ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવેલું જોયું હતું. પ્રતિમાને નુકસાન પહોંચાડી અને અપમાન કરવામાં આવ્યું હોવાને લઈને સ્થાનિક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ વ્યક્તિએ આ પ્રતિમાને નુકસાન કર્યું હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો જયંતિ વકીલની ચાલી બહાર પહોંચી ગયા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડવામાં આવતાં આ મામલે ખોખરા પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech