૬ આરોપીઓના ઘરે સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન ૪ ગેરકાયદે વીજ કનેક્શન કાપી રૂ. ૧.૬૦ લાખનો દંડ ફાટકારાયો
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ૧૦૦ કલાકની અંદર અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરૂધ્ધ કડક પગલા લેવાની સૂચના તથા માગર્દશન આપતા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ જામખંભાળીયા વિભાગનાઓની રાહબરી હેઠળ ખંભાળીયા ડીવીઝનના અસામાજીક તત્વો વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
જેના ભાગરૂપે સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એ. રાણા નાઓ દ્વારા સલાયા મરીન પોલીસ સ્ટાફ તથા ખંભાળીયા પિજીવીસીએલ, સ્ટાફને સાથે રાખી સલાયા ટાઉનના ગુજસીટોક તથા અન્ય ગંભીર ગુન્હાઓના કુખ્યાત આરોપીઓ (૧) હમીદ ઉર્ફે હમીદીયો રજાકભાઇ સંઘાર (૨) જીલ ઉર્ફે જીલ્યો કેતનભાઇ વાઘેલા (૩) યાસીન અજીજ સંઘાર (૪) આમીન ઉર્ફે ચકલીમીંડી જાવીદ સૈયદ (૫) શબીર ઉર્ફે શબલો હારૂન ભગાડ (૬) જાવીદ ઉર્ફે જાવલો આદમભાઇ જશરાયા. રહે. તમામ સલાયા ટાઉન વાળાઓના રહેણાંક મકાને અચાનક ચેકીંગ હાથ ધરી એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ ૦૧ વાહન ડીટેઇન કરી બી. એન એસ. કલમ- ૨૮૫ ની કાર્યવાહી કરેલ.તેમજ ૪ ગેરકાયદે વીજ કનેક્શન કાપી રૂ.૧,૬૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ કામગીરી દરમ્યાન વી. એ. રાણા પોલીસ ઇન્સ્પેકટર, સલાયા મરીન પોલીસ સ્ટાફ તેમજ ખંભાળીયા પિજીવીસીએલ ટીમ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિયેશન દ્વારા જામનગરમાં BLUE CUBS LEAGUEનું આયોજન
April 01, 2025 12:05 PMકઠુઆમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ, ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ
April 01, 2025 11:52 AMનવા કલાકારોને કાસ્ટ કરવામાં નિર્માતાઓનો છોછ વ્યાજબી નથી
April 01, 2025 11:36 AMએકતા કપૂરે કન્ફર્મ કર્યું...'નાગિન 7' આવશે ચોક્કસ
April 01, 2025 11:33 AMત્રીજા લગ્ન કરવા જઈ રહેલા આમીરે બંને ભૂતપૂર્વ પત્ની સાથે મનાવી ઈદ
April 01, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech