૩૧ ડિસેમ્બર પૂર્વે ભાવનગરમાં પોલીસ તંત્ર સતર્ક

  • December 26, 2023 12:55 PM 

31 ડિસેમ્બર આવતાની સાથે જ નશાકારક ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીમાં વધારો થતો હોય છે. અને 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી માટે નશાકારક પદાર્થો શહેર જિલ્લામાં લાવવામાં આવે છે. ત્યારે આ પ્રવૃત્તિઓને અટકાવવા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.


શહેરના ગઢેચી વડલા, નીલમબાગ, વાઘાવાડી રોડ, કાળિયાબીડ પાણીની ટાંકી, લીલા સર્કલ, જુના બંદર રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે કામગીરી દરમિયાન ભાવનગર ડૉ. એસ.પી હર્ષદ પટેલ તેમજ સીટી ડિવાઇએસપી આર.આર.સિંઘલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ગઢેચી વડલા થી શહેર તરફ પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ નશાકારક વસ્તુઓની હેરાફેરી રોકવા આગામી તારીખ 31મી ડિસેમ્બર સુધી નિયમિતપણે રાત્રિના સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે. ભાવનગર શહેરમાં વસતા લોકો શાંતિપૂર્ણ રીતે 31 ડિસેમ્બર પર્વની ઉજવણી કરી શકે જે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ભાવનગર શહેરના નીલમબાગ, ગંગાજળિયા, ઘોઘા રોડ, ભરતનગર પોલીસ અને બોર તળાવ પોલીસ મથકનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application