ગોંડલમાં પોલીસે ફિલ્મી ઢબે વાહનનો પીછો કરી 2.26 લાખનો દારૂ પકડયો

  • October 19, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ફિલ્મી ઢબે બોલેરો પીકપ વાહનનો પીછો કરી 2.26 લાખનો 299 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે બોલેરો ચાલક અને તેની સાથે બેઠોલો શખસ બંને પોલીસ પહોંચે તે પૂર્વે અંધારાનો લાભ લઇ નાશી ગયા હતા. પોલીસે દારૂનો આ જથ્થો, મોબાઈલ ફોન અને બોલેરો સહિત રૂ. 5.31 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ પીઆઇ એ.સી.ડામોરની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ કોન્સ્ટેબલ હરેશભાઈ લુણી, ભાવેશભાઈ સાસીયા, રણજીતભાઈ બોરડ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મોવિયા રોડ પર રૂપાવટી ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકપ વાહન નંબર  1જેટી 0687 રૂપાવટી ગામ તરફથી આવતી હોય જેને રોકી ચેક કરતાં કનતાનમાં ભરેલા કોથળામાં દારૂ હોવાની શંકા જતા ડ્રાઇવરને બોલાવવા જતા ચાલક અને તેની બાજુમાં બેઠેલ શખસ આ બોલેરો પીકપ વાહન હંકારી મૂકયુ હતું.
જેથી પોલીસે આ વાહનનો તેનો પીછો કર્યો હતો. દરમિયાન ગોંડલના ઘોઘાવદર ચોકથી ઘોઘાવદર ગામ વાળા રસ્તે ખાંડાધાર ગામ રસ્તે અહીં ગામની સીમમાં આવેલ ગરનાળાથી આગળ રોડની જમણી બાજુ નાલામાં આ વાહન ઉતરી ગયું હતું. પોલીસે બોલેરોમાં તપાસ કરતા બોલેરો ચાલક અને તેની બાજુમાં બેઠેલ શખસ બંને હાજર મળી આવ્યા ન હતા.
બાદમાં પોલીસે વાહનમાં તપાસ કરતા ભુસુ ભરેલા કોથળાઓ હતા જેને હટાવતા અંદર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોલેરોમાંથી રૂપિયા 2.26 લાખની કિંમતનો 299 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. બોલેરોમાં કાગળની ફાઈલ તથા એક મોબાઇલ પડ્યો હોય પોલીસે દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ રૂપિયા 5,31,151 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી બોલેરોમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરી પોલીસને જોઈ નાસી જનાર બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News