જાયવા સીમમાં વિખૂટી પડેલી બાળકીનો પરિવાર સાથે મેળાપ કરાવતી પોલીસ

  • September 14, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના જાયવા ગામની એક અસ્થિર મગજની 14 વર્ષની તરુણી પોતાના પરિવારથી વિખુટી પડી હતી. જેના વાલી વારસદારોને ધ્રોલ પોલીસે શોધી કાઢ્યા હતા, અને બાળકીનું ફરીથી પરિવારજનો સાથે મિલન કરાવી આપ્યું હતું.


ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના મોટા વાગુદડ ગામમાં 181 અભિયાન હેલ્પલાઇનની ટીમને કોલ આવ્યો હતો કે 14 વર્ષની એક બાળા એકલી ફરી રહી છે, અને તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.


જેથી પીએસઆઇ પનારાની સુચનાથી 181 અભયમ ટીમના ઇન્ચાર્જ મહિલા એએસઆઇ જે.એમ. અગ્રાવત, કોન્સ. રીનાબેન માટીયા, રીનાબેન લૈયા, સંગીતાબેન બાલસરા વાગુદળ પહોચ્યા હતા.


દરમિયાન એક પોલીસ ટુકડીએ ધ્રોલ તાલુકાના વાગુદડ વિસ્તારમાં ફરી વળી બાળકીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોળ તાલુકાના જાયવા ગામની સીમમાં પરસોત્તમભાઈ રામાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સવેસિંગભાઈ વસુનિયા તેમજ તેની પત્ની શરમાબેનને  શોધી કાઢી બાળકી સાથે મિલાપ કરાવી દીધો હતો. બાળકીની ઉંમર 14 વર્ષની અને તેનું નામ કાલી રાખ્યું હતું. પરિવારજનોએ બાળકીનો પતો મળી જતાં પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application