રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ લોકો પર કાળ બની ત્રાટકી હોય તેમ વાહન પર જતા લોકોને કચડી નાખ્યા છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સિટી બસે લોકોને કેવી રીતે કચડ્યા તેના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા રોષે ભરાયા હતા. ઘટના સમયે મૃતકોના પરિવારજનોએ મૃતદેહો સ્વીકારવાનો ઇન્કાર પણ કરી દીધો હતો. બાદમાં પોલીસની સમજાવટ બાદ મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. ઘટનાસ્થળે જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું.
રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં 3 લોકોના મોત નીપજ્યાંની ઘટના બની છે. જોકે ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં આ રીતે લગાવો મુલતાની માટી, ચહેરો બનશે સોફ્ટ અને શાઈની
April 16, 2025 04:54 PMરાજકોટમાં ચારની જિંદગી કચડી નાખનાર સિટી બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા તાત્કાલિક અસરથી ટર્મિનેટ
April 16, 2025 04:53 PMમિસ્ટર મ્યુનિસિપલ કમિશનર, હ્યુમન લોસની ભરપાઇ આર્થિક સહાયથી થઇ શકે ખરા ?
April 16, 2025 04:45 PMકેરી સાથે ક્યારેય ન ખાઓ આ 5 વસ્તુઓ, આ આદત તમને કરી શકે બીમાર
April 16, 2025 04:44 PMરાજકોટમાં સિટી બસ નવી નક્કોર અને ડ્રાઈવરો બુઢ્ઢા, ચાર મહિનામાં ચાર અકસ્માતમાં 6 લોકોના મોત
April 16, 2025 04:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech