ગાંધીનગરમાં આંદોલનકારીઓની છાવણી પર પોલીસ ત્રાટકી: અનેકની અટકાયત કર

  • August 06, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા ભરતીનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આરોપ લગાવવાં આવી રહ્યો છે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ પણ તે સ્વીકાર્યું છે.આ મુદે ગઈકાલથી ઉમેદવારો મેદાનમાં આવ્યા છે અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જેને લઇને આજે વહેલી સવારે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ સહિત વિરોધીઓઙ્ગી જ અટકાયત ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે.
 અહીં નોંધવું જરૂરી છે કે ઉમેદવારો આ પદ્ધતિને રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ અનેક વાર રજૂઆત કરી છતા પણ તેનું કોઈ નિકારણ ન આવતા હવે ઉમેદવારો આક્રમક મુડમા આવ્યા છે. ગાંધીનગર ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલથી ઉમેદવારો આંદોલન પર બેઠા છે આખી રાત ઉમેદવારો અહીં વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે પોલીસે આ ઉમેદવારો તેમજ ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત કરી હતી. ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા વિવાદ મામલે હવે ઉમેદવારો લડી લેવાના મુડમાં છે. ગઈ કાલથી ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ગાંધીનગર સેકટર 11 રામકથા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચોમાસાના મોસમમાં પણ ઉમેદવારો આખી રાત અહીં જ વિરોધ રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે વહેલી સવારે જ આંદોલન કરી રહેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત કરવામા આવી હતી.


નવમી ઓગસ્ટે વેબસાઈટ પર ગુણ જોઈ શકાશેે: હસમુખ પટેલની સહી વગરનો આદેશ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચેરમેન હસમુખ પટેલનું નામ નથી તેમાં જણાવાયું છે કે અગ્ર મુખ્ય વન સંરક્ષક હેડ ઓફ ફોરેસ્ટ કોર્સની જાહેરાતમાં ફોરેસ્ટ ગાર્ડની 830 ભરવા માટે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાય છે જેના માટે નવમી ઓગસ્ટે બપોરે 12 કલાકે મંડળની વેબસાઈટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે સહી વગરના આદેશ થી ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો છે.


ઉમેદવારોના સમર્થનમાં ભાજપના બે ધારાસભ્યો મેદાને
સરકારી ભરતીમાં સરકાર લીધેલા નિર્ણયના વિરોધમાં ઉમેદવારના સમર્થનમાં ભાજપ્ના ધારાસભ્યો બહાર આવ્યા છે તેમને સરકારમાં લેખિત રજૂઆત કરી છે અને ફોરેસ્ટ વિભાગમાં બીટગાડની પરીક્ષાની જગ્યામાં વધારો કરીને સ્પધર્ત્મિક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમ જણાવ્યું છે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને મહુધાના સંજયસિંહ મહિડાએ સરકારમાં લેખિત રજૂઆત કરી છે અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application