ભાણવડમાં દુકાનમાં યંત્ર આધારિત જુગારધામ પર પોલીસ ત્રાટકી

  • August 28, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શખ્સો ઝડપાયા: દુકાન માલિક ફરાર

ભાણવડ ટાઉન વિસ્તારમાં રવિવારે બપોરે સ્થાનિક પોલીસે એક દુકાનમાં દરોડો પાડી, આ સ્થળે યંત્ર આધારિત રમતા જુગારમાં ૧૪ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં દુકાનના માલિકને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડમાં ફૂલકું નદીના કાંઠે આવેલી ઇમરાન ગઢકાઈની દુકાનમાં દરોડો પાડતા આ સ્થળે આંક ફેરનો યંત્રોના ચિત્રો આધારિત રૂપિયા ૧૧ ના ૧૦૦ કરી આપવા અંગેનો રમાતો નસીબ આધારિત જુગાર ઝડપાયો હતો.
આ સ્થળે ભાણવડના ઈમરાન ઉર્ફે બાંગી અબ્દુલભાઈ બ્લોચ નામના ૨૩ વર્ષના શખ્સ દ્વારા એચ.આર. માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝી મેળવી અને આ દુકાનમાં ઓપરેટર તરીકે કામ કરતા રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા જયેશ વીરાભાઈ સંજોટ નામના ૨૫ વર્ષના શખ્સ દ્વારા ભાણવડમાં ભૂતવડ રોડ પર રહેતા ઈમરાન અબ્બાસભાઈ ગઢકાઈની દુકાનમાં જુગારીઓને બોલાવી અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે એલ.ઈ.ડી. ઉપર આંકફેર અંગેનો જુગાર રમતો હોવાનું પોલીસમાં ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ફ્રેન્ચાઇઝીધારક ઈમરાન ઉર્ફે બાંગી બ્લોચ અને ઓપરેટર તરીકે કામ કરતા જયેશ સંજોટ સાથે ઇશાક હાસમ ઘૂઘા, હરીશ નાગર બારીયા, નવીન ધનજી પરમાર, ચના ભીખા રાઠોડ, વિપુલ જીવરાજ સોલંકી, સુરેશ રાણા પરમાર, કરસન ભીખા સિંધવ, ભરત રામજી નાગર, તુલસી છગન સોલંકી, ધીરુ રામશી પિપરોતર, વિજય કાંતિ મકવાણા અને વીરા પાલા સંજોટ નામના કુલ ૧૪ શખ્સોને દબોચી લીધા હતા.
આ સ્થળેથી પોલીસે રૂપિયા ૨,૮૧૦ રોકડા તેમજ એલઈડી ટીવી ઉપરાંત રૂ. ૧૫,૦૦૦ ની કિંમતના ૧૦ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂ. ૯૦,૬૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં ઈમરાન અબ્બાસભાઈ ગઢકાઈને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.
ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી જુગાર અંગેની આ કાર્યવાહીમાં આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ ૪-૫ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application