વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં પોલીસ દ્વારા ચોકકસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ખનીજ ચોરી માટે મોટા જથ્થામાં જીલેટીન વિસ્ફોટક ગોઠવી બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે આરોપીઓ દ્વારા જમીનમાં ખાડા કરી ગોઠવવામાં આવેલ વિસ્ફોટકના જથ્થાનો પોલીસ દ્વારા ગઈકાલે વિભાગીય મંજુરી બાદ બ્લાસ્ટ કરી નાશ કરવામાં આવ્યો હતો.
આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની ઓળ તરીકે ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં થોડા દિવસો પહેલા મોરબી એસઓજીની ટીમ દ્વારા રેડ કરી ખરાબાના સર્વે નં.૧૬૩/૧ પૈકી ૨૪ની જમીનમાં કોઈ જાતની લીજ કે આધાર વગર ગેરકાયદેસર પથ્થરો કાઢવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જે સ્થળ પર જમીનમાં આશરે ૫૭ જેટલા ૪૫ ફુટ ઉંડા બોર પૈકીના ૧૪ બોરમાં આરોપીઓ દ્વારા જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય જેથી પોલીસે બીડીડીએસ તથા એફએસએલને સ્થળ ઉપર બોલાવી તપાસ કરાવતા સદરહુ એકસપ્લોઝીવ પ્લાન્ટ કરેલ હોય તે નીકળે તેમ ન હોય અને જો કાઢવામાં આવે તો બ્લાસ્ટ થઈ જાનમાલ મીલકતને નુકસાન થાય તેમ હોય જેથી ગુનાવાળી જગ્યાએ એકસપ્લોઝીવ બ્લાસ્ટ કરવા માટે કોર્ટ તથા જિલ્લ ા કલેકટર મોરબી તથા પેસો વડોદરાની મંજુરી મેળવી ઉચ્ચ અધિકારીઓ તથા પંચોની હાજરીમાં પોલીસે જરી સલામતી રાખી શોર્ટ ફાયરર વિજય ટ્રેડીંગ મારફતે બ્લાસ્ટ કરી નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech