જૂનાગઢમાં શનિવારે સર્કિટ હાઉસ ખાતે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાય કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં રાયભરના આઈજી, ડીઆઈજી, પોલીસ કમિશનર અને જિલ્લ ા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. એપ્રિલ માસ દરમિયાન થયેલ કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જુનાગઢ જિલ્લ ાના નવ પોલીસ કર્મચારીઓને શ્રે કામગીરી બદલ. ડીજીપીના હસ્તે સન્માનિત કરાયા હતા.
ક્રાઈમ કોન્ફરન્સમાં ડીજીપી દ્રારા જણાવ્યા મુજબ ખાસ કરીને સાયબર ક્રાઇમ, ડિજિટલ એરેસ્ટ, દરિયાઈ સુરક્ષા, વ્યાજખોરી, ચોરી અને મારા મારી સહિતના ગુનાઓમાં પોલીસ વિભાગ દ્રારા કડક કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને વ્યાજખોરો અને ફરાર આરોપીઓને ઝડપવા વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. એપ્રિલ માસમાં ૬૯ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ અને ૮૨ લોકોની ધરપકડ થઈ છે. ફરાર આરોપીઓને પકડવા વિશેષ અભિયાન કરાયું હતું જેમાં ૫૪૨ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી ૩૩૯ એક વર્ષથી વધુ ફરાર હતા.
દરિયાઈ સુરક્ષા માટે રાયમાં ૨૨ કોસ્ટલ પોલીસ સ્ટેશન કાર્યરત હજારથી વધુ માછીમારોને ટ્રાન્સપોર્ટર લગાડવાની કામગીરી અમલમાં છે ફોસ્ટકાર્ડનો સેના અને ફીસરીઝ વિભાગ સંકલન સાથે દરિયાઈ સુરક્ષા મજબૂત છે, એક માસ દરમિયાન ૧૦૦ કલાકની વિશેષ ઝુંબેશમાં ૨૨૭ સરકારી, ૫૨૧ ખાનગી દબાણ દૂર કરાયા આ ઉપરાંત ૭૯૯ વીજ ચોરીના કેસમાં કનેકશન આપવામાં આવ્યા, ૭૪૦ કેસમાં જામીન વિરોધી અભિપ્રાય મોકલાયું અને ૨૬ આરોપીઓના જામીન મળ્યા નથી. પોલીસ દ્રારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્રારા ચોરી થયેલ કે ગુમ થયેલ માલિકીની ચીજોને શોધી મૂડ માલિકને પરત પહોંચાડવા કામગીરી કરી રહી છે આ ઉપરાંત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ દ્રારા સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે પોલીસ અને નાગરિકો વચ્ચે સંવાદ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા તથા ઓનલાઈન ના વ્યાપ વચ્ચે ડિજિટલ એરેસ્ટ તથા સાઇબર ક્રાઈમના બનાવો પણ બનતા રહે છે જેથી લોકોએ તકેદારી રાખવા અને અજાણ્યા કોલ ને ન ઉઠાવી અને ઉઠાવ્યા બાદ પણ ઓટીપી કે ખાતા સંબંધિત વિગત ન આપવા જણાવ્યું હતું ઉલટા નું પોલીસને જાણ કરી સાયબર માફિયાઓને ઝડપવા મદદપ થવા પણ જણાવ્યું હતું
આઈ પ્રગતિ પોર્ટલ, તીસરી આંખ
તાજેતરમાં શ થયેલ આઈ પ્રગતિ પોર્ટલ એ ફરિયાદી ને ખૂબ જ ઉપયોગી બની રહેશે આ પોર્ટલમાં ફરિયાદી પોતાની ફરિયાદની દરેક સ્થિતિ અંગે એસએમએસ દ્રારા જાણકારી મેળવી શકે છે. ડીજીપી વિકાસ સહાય દ્રારા ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ વિભાગને આકરા વલણ અપનાવવાની સાથે તીસરી આખં ટેકનોલોજી અને નાગરિક સંવાદથી વધુ સજજ બનવાની દિશામાં વિવિધ કાર્યક્રમો યોજી ટેકનોલોજી, કડક વ્યવસ્થા અને સુદ્રઢ આયોજન થકી ગુનાખોરીમાં ઘટાડો આવશે તેવી આશા પણ વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ડીજીપીના હસ્તે શ્રે કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું પણ સન્માન કરાયું હતું.
૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠામાં વિશેષ વ્યવસ્થા
ઙીજીપીના જણાવ્યા મુજબ ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો હોવાથી તેની સુરક્ષા મહત્વની છે. દરિયાઈ સુરક્ષા માટે ફીસરીઝ ડિપાર્ટમેન્ટ અને ફિશરમેન વોચ ગ્રુપ સાથે સંકલનમાં રહી દરિયાઈ સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર પ્રવૃતિ તથા ઘૂસણખોરી અટકાવવા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે
લોન મેળા દ્રારા આર્થિક મદદરૂપ
પોલીસ વિભાગ ગુનાઓ તો ઉકેલી જ રહી છે પરંતુ આર્થિક રીતે મદદપ થાય તેવા પણ પ્રયાસ કરી રહી છે જેમાં રાયભરમાં નાગરિકોને સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટે ૨૭ લોન મેળાનું આયોજન કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech