એકસ.યુ.વી. -૭૦૦ કાર ગાંધીનગર થી ખરીદી આપવાના બહાને રૂપિયા મેળવી લીધા પછી કાર નહીં આપી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
જામનગરના એક સોની વેપારી રૂપિયા ૩૧ લાખની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને મોડાશા માં રહેતા તેમના જ મિત્ર એ એકસ.યૂ. વી. કાર ગાંધીનગર થી ખરીદ કરી આપવાના બહાને કટકે કટકે ૩૧,૧૧,૦૦૦ રોકડા રૂપિયા મેળવી લીધા બાદ કાર નહીં આપી પૈસા પચાવી પાડ્યા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો છે. પોલીસે તપાસનો દોર મોડાસા સુધી લંબાવ્યો છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને સોની કામની દુકાન ચલાવતા પરષોત્તમભાઈ ત્રીકમભાઈ કણજારીયા કે જે પોતાના જ મિત્ર અને સોની કામના વેપારી મોડાસામાં રહેતા હર્ષદ નટવરલાલ ચૌહાણ સામે રૂપિયા ૩૧,૧૧,૦૦૦ ની છેતરપિંડી કર્યા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીઓ બંને વર્ષોથી મિત્ર છે, અને પોતાના મિત્ર ભાવે એકસ.યૂ. વી.-૭૦૦ કાર ખરીદવા માટે હાલ વેઇટિંગ ચાલતું હોવાથી, તેને વાત કરતાં આરોપી હર્ષદ ચૌહાણ કે જેણે પોતાની ગાંધીનગરમાં ઓળખાણ છે, અને ત્યાંથી હું ૧૫ દિવસમાં કાર અપાવી દઈશ, તેમ કહી કટકે કટકે ૩૧,૧૧,૦૦૦ રૂપિયા ની રકમ ફરિયાદી પુરષોત્તમભાઈ પાસેથી મેળવી લીધી હતી, અને અલગ અલગ સમયે બેંક મારફતે ટ્રાન્જેક્શન કરાવ્યા હતા.
પરંતુ સમય વીતી ગયો હોવા છતાં કાર ખરીદ કરીને નહીં આપતાં તેમજ પૈસા પણ નહીં આપતાં આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી હર્ષદ નટવરલાલ ચૌહાણ સામે આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો દોર મોડાસા સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech