ક્રિસમસની ઉજવણીમાં દારૂની હેરાફેરી–સેવન રોકવા રાજયભરમાં પોલીસની ઝુંબેશ

  • December 24, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ગુજરાત રાયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાયભરના જિલ્લ ા પોલીસ વડા ની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમા ક્રિસમસની ઉજવણી દરમિયાન દાની હેરાફેરી મામલે કડક વલણ અપનાવવા આદેશ કરવામાં આવ્યા છે સમગ્ર રાયમાં આ માટે ડ્રાઇવ ચલાવવામાં આવશે.ક્રિસમસની ઉજવણી આવતીકાલથી શ થઈ રહી છે અને આ સાથે થર્ટી ફસ્ર્ટની તૈયારીઓ પણ પૂરજોશમાં છે.
નવા વર્ષની ઉજવણીમાં દા  નાર્કેાટિકસ પદાર્થેાની હેરાફેરી તેમજ સેવન રોકવા રાજય પોલીસે એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. જેના ભાગપે ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજયમા વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ યોજી દેશી વિદેશી દાની હેરાફેરી તેમજ નશામાં છાકટા બનીને ફરતા ઈસંમોએ પકડી પાડવા તમામ જિલ્લ ા પોલીસ વડાએ સૂચના આપી છે.
થર્ટી ફસ્ર્ટ પૂર્વે પડોશી રાયોમાંથી દા ઘૂસાડવાનો પ્રયાસ શ થયા છે. તાજેતરમાં જ કડજોદરામાં દાના કટિંગ ૫૨ દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે .૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. દાના દૂષણથી હેરાન થયા વગર નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી કરી શકે તેના માટે પોલીસ એકશનમાં આવી ગઈ છે. રાજય પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોને નાકાબંધી – પેટ્રોલિંગ કરીને દેશી વિદેશી દાની પ્રવૃતિઓ ડામવા સક્રિય કર્યા છે.તા. ૩૧ ડિસેમ્બર સુધી પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન નાકાબંદી કરીને સઘન વાહનચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન કરેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ મોકલવાનું ફરજિયાત કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application