જયારે રાજકીય પક્ષો, આગેવાનો, અમીરો આવતા હોય ત્યારે કયાંક કયાંક પોલીસની કાયદો વ્યવસ્થાની પરિભાષા બદલી જાય છે. પ્રજા માટે કાયદો અને માથાઓ માટે વ્યવસ્થા ઉભી કરી દેવાતી હોવાની પોલીસની અમીટ છાપ છે. રાજકોટમાં પણ પૂતળા દહનના ગઈકાલના બે–બે કાર્યક્રમમાં ભાજપ સામે એકેય જગ્યા પર ગુનો ન નોંધાતા આજે અગાઉ આવા બનાવનો ભોગ કે આરોપી બનેલા વ્યકિતઓ દ્રારા તાત્કાલિકપણે ગઈકાલના બન્ને બનાવમાં પણ એ જ કલમો હેઠળ ગુના નોંધવાની માગણી સાથે પોલીસ કમિશરને સંબોધીને લેખિત રજૂઆત કરાઈ છે.
રાજકોટ શહેરમાં કિશાનપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ તથા ગોંડલ રોડ પર જિલ્લ ા ભાજપ કાર્યાલય પાસે જિલ્લ ા ભાજપના હોદેદારો દ્રારા મમતા બેનરજીના પૂતળાનું જાહેર માર્ગ પર પીએસઆઈ, પોલીસની હાજરીમાં પૂતળાદહન કરાયું હતું, અને આ અંગે ભાજપના જ હોદેદારોના વીયો, સમાચાર, પ્રતિક્રિયા પણ વાયરલ થયા હતા. બન્ને બનાવોમાં રાજકોટ શહેરમાં એક જગ્યાએ પણ પોલીસે ફરિયાદી બનીને ગુના નોંધાવ્યા નથી.
"
જે સંદર્ભે પરસોતમભાઈની વિવાદીત ટીપ્પણીમાં પૂતળુ બાળનારા રેલનગરના રહેવાસી નવલસિંહ અજીતસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ લાખુભા જાડેજા દ્રારા પોલીસ કમિશનરને સંબોધીને લેખિત રજૂઆત કરાઈ છે, રજૂઆતમાં એવું જણાવાયું છે કે, દેશના દરેક નાગરિકને સમાન કાયદાઓ લાગુ પડે છે પરંતુ રાજકોટમાં અલગ બંધારણ અને અલગ કાયદાનો અમલ થતો હોય તેમ અમોએ જે તે સમયે અમારી વાણી સ્વાતંત્રતા અને અભિવ્યકિત વ્યકત કરી હતી. જેની સામે ૩૦–૩–૨૪ના રોજ પ્રધુમનનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્વરિત કાર્યવાહી કરી કાયદાની વિરૂધ્ધ જઈને ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામુ આજે પણ અમલમાં છે ત્યારે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ સરઘસ સ્વરૂપે તા.૨૪–૫–૨૪ના રોજ કિશાનપરા ચોક તથા ગોંડલ રોડ પર પૂતળાદહન કરી કાયદાનું ઉલ્લ ંઘન કયુ છે. રાજકોટ પોલીસ દ્રારા આવા જ કિસ્સામાં જે રીતે જે કલમો હેઠળ તા.૦–૩–૨૪ના રોજ પ્રધુમનનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો તેવી જ રીતે તત્કાલિકપણે પોલીસ સમાનકાયદાનું પાલન કરે તેવી માગણી ઉઠાવી છે. રજૂઆતની નકલ ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસ, મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને પણ મોકલાઈ છેનો ઉલ્લ ેખ થયો છે.
કિશાનપરા ચોક પણ પ્ર.નગર પોલીસ રેલનગર માફક ડીસીપી ઝોન–૨ની અંડરના એ ડિવિઝન પોલીસ મથકમાં જ આવે છે.
ગઈકાલની બન્ને સ્થળની પોલીસ અધિકારીની હાજરીમાં જ બનેલી પૂતળાદહનની ઘટના હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે પણ પાણી માપવારૂપ કે અિ પરીક્ષા જેવી બની રહેશે કે શું? તેવી કયદાના જાણકારોમાં ચર્ચા ચાલતી હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech