શાપર–વેરાવળ પોલીસ સ્ટેશન હેઠળના કાંગશિયાળી ગામે દોઢ મહિના પહેલા થયેલી રૂા.૨.૦૨ લાખની મતાની ઘરફોડ ચોરીની તપાસમાં પોલીસે ટેકનિકલ સોર્સિસને કામે લગાડતા ૯ શખસોની ગેંગે આ કૃત્ય આચર્યુ હોવાનો ભેદ ખોલીને ૬ શખસોની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે કર્યેા છે.
કોટડાસાંગાણી તાલુકાના શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારના કાંગશીયાળી ગામે દોઢ માસ પુર્વે થયેલ ઘરફોડ ચોરીની તપાસમાં પોલીસને ટેકનિકલ સોર્સીસથી માહીતી મળેલ કે, આ ગુન્હાના કામે સાગર કેકડીયાભાઇ મેડા રહે,મુ.પાડલવા સરકારી સ્કુલ પાસે તડવી ફળીયુ તા.રાણાપુર જી.જાંબુવા (એમ.પી) વાળાની શંકાસ્પદ હાજરી બનાવ સ્થળે જણાઇ આવતી હોય જેથી મજકુરના વતનમાં એક ટીમ તપાસ માટે મોકલતા મજકુર ઇસમ મળી આવતા તેની યુકતિ પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે સાગર કેકડીયાભાઇ મેડા રહે.મુ.પાડલવા સરકારી સ્કુલ પાસે તડવી ફળીયુ તા.રાણપુર જી.જાંબુવા (એમ.પી) તથા અનસીંગ મનજીભાઇ કામલીયા રહે.ખડકુઇ ગામ તળાવ ફળીયુ તા.રાણાપુર તથા કલા વાખલા રહે.કુશલપુરા તા. રાણાપુર તથા દિપુ મનુ વસુનીયા રહે.છાપરીગામ તા.રાણાપુર તથા પા મોહનસીંગ નીનામાં રહે.ભુત ફળીયા તા.રાણપુર તથા સુનીલ નામનો માણસ તથા પોતે જે ટ્રાવેરા ગાડીમા આવેલ તેનો ડ્રાઇવર રવી રહે.મુ.પરવટ તા.જાંબુવા વાળો તથા માંજુ ટીડુભાઇ બારૈયા રહે.હાલ ઢોલરા ભરવાડની વાડીએ તા.લોધીકા જી.રાજકોટ મુળ.બડી વગઇ વહાડી ફળીયુ તા રાણાપુર તથા માંજુનો મિત્ર જીગર દીલીપભાઇ મારવાડી ગંગા ગેઇટની અંદર મફતીયા પરામાં તા.કો.સા. વાળાઓ સાથે મળી તા.૨૪૧૧૨૦૨૪ના રોજ રાત્રીના સમયે કાંગશીયાળી ગામે મકાનમાંથી રોકડા પીયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય અને મજકુર ઇસમની સાથે ચોરીમાં રહેલ અન્ય આરોપીઓ માંજુ ટીડુભાઇ બારૈયા રહે.હાલ ઢોલરા ભરવાડની વાડીએ તા.લોધીકા જી.રાજકોટ મુળ.બડી વગઇ વહાડી ફળીયુ તા.રાણાપુર તથા જીગર દીલીપભાઇ મારવાડી રહે.શાપર(વે.) ગંગા ગેઇટની અંદર મફતીયા પરામાં તા.કો.સા. વાળાઓ શાપર(વે.) ગોદાવરી ગેઇટ પાસેથી આ ઘરફોડ ચોરીમા પોતાના ભાગે આવેલ રોકડ .૧,૭૨,૫૦૦– તથા મોબાઇલ ફોન નંગ–૦૩ કિ..૩૦,૦૦૦– સહિત કુલ .૨,૦૨,૫૦૦– સાથે મળી આવતા મજકુર ત્રણેય ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ :– ૧) સાગર કેકડીયાભાઇ સોમલાભાઇ મેડા જાતે.આદિવાસી ઉ.વ.૪૦ રહે.મુ.પાડલવા સરકારી સ્કુલ પાસે તડવી ફળીયુ તા.રાણાપુર પો.સ્ટે.રાણાપુર જી.જાંબુવા (એમ.પી) ૨) માંજુ સઓફ ટીડુભાઇ નાનાભાઇ બારૈયા જાતે આદિવાસી ઉ.વ. ૩૫ ધંધો–ખેતીકામ રહે.હાલ ઢોલરા કરશનભાઇ ભરવાડની વાડીએ તા.લોધીકા જી.રાજકોટ મુળ.બડી વગઇ વહાડી ફળીયુ તા.રાણાપુર પો.સ્ટે.રાણાપુર જી.જાંબુવા (એમ.પી) ૩) જીગર સનઓફ દીલીપભાઇ મારવાડી જાતે રાજપુત ઉ.વ. ૨૨ ધંધો–મજૂરી રહે.હાલ શાપર(વે.) ગંગા ગેઇટની અંદર મફતીયા પરામાં તા.કો.સા. જી.રાજકોટ મૂળ રહે. રાનીવાડા ગામ તા.જી. સિરોહી (રાજસ્થાન) પકડવા પર બાકી આરોપીઓ :– ૧) અનસીંગ મનજીભાઇ કામલીયા રહે.ખડકુઇ ગામ તળાવ ફળીયુ તા. રાણાપુર જી.જાંબુવા (એમ.પી) ૨) કલા વાખલા રહે.કુશલપુરા તા. રાણાપુર જી.જાંબુવા (એમ.પી) ૩) દિપુ મનુ વસુનીયા રહે.છાપરીગામ તા.રાણાપુર જી.જાંબુવા (એમ.પી) ૪) પા મોહનસીંગ નીનામાં રહે.ભુત ફળીયા તા. રાણાપુર જી.જાંબુવા (એમ.પી)૫) રવી રહે.મુ.પરવટ તા. જી.જાંબુવા (એમ.પી)૬) સુનીલ નામનો માણસ (જે કલા વાખલા ભેગો આવેલ તે) કબ્જે કરેલ મુદામાલ રોકડ રકમ . ૧,૭૨,૫૦૦– ત્રણ મોબાઇલ ફોન કિ.. ૩૦,૦૦૦– મુદામાલ સાથે મળી કુલ . ૨,૦૨,૫૦૦ મળી આવેલ અને કબજે કર્યેા હતો.કાંગશિયાળી ગામે ૨.૦૨ લાખની ચોરી મામલે ચડ્ડી બનિયાન ગેંગના ૩ સાગરિત ઝડપાયા
પોલીસે ટેકનિકલ સોર્સીસને કામે લગાડતા દોઢ માસે સફળતા મળી: ૬ની શોધખોળ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech