હેડ કવાર્ટરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કર્યું શસ્ત્રપૂજન

  • October 24, 2023 06:10 PM 


દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનો અલગ મહિમા છે. માટે ગુજરાત પોલીસના વિવિધ શહેરોમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પણ શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.શસ્ત્રો પ્રજાના જાન-માલના રક્ષણ માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. રાજાશાહીમાં ક્ષત્રિયો શસ્ત્રોને પોતાનું આભૂષણ ગણતા અને ધર્મ યુધ્ધમાં શસ્ત્ર થકી જ પોતાનું શૌર્ય બતાવતા હતા.આદીકાળથી શસ્ત્રનું મહત્વ રહ્યું છે.


સમાજમાં રહેલા અનિષ્ટ પર અંકુશ માટે પોલીસ માટે શસ્ત્ર આપવામાં આવ્યા છે. શસ્ત્રને શક્તિનું પ્રતિક પણ ગણવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે શાસ્ત્રોકત વિધી અનુસાર પોલીસને ઉપયોગમાં આવતા તમામ પ્રકારના હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું.આ તકે જોઇન્ટ પોલીસ કમિશનર વીધી ચૌધરી, ડીસીપી ઝોન-1 સજજ્નસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ટ્રાફિક બ્રાન્ચ ડીસીપી પૂજા યાદવ,એસીપી ક્રાઇમ બી.બી.બસીયા, સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી, એસીપી ભાર્ગવ
પંડયા, બી.બી.જાદવ, એમ.આર.શમર્,િ બી.જે.ચૌધરી, અમે.આઇ.પઠાણ, આર.એચ.બારૈયા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ, એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા, સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પોલીસના સશસ્ત્રના પૂજન બાદ પોલીસના વાહન અને અશ્વનું પણ પૂજન કર્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application