મેં દવા પી લીધી છે, છેલ્લી વાર જોવો હોય તો આવજો,ભાણેજને ફોન કરી યુવકે હનુમાન મઢી નજીક ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવતા મોત નીપયું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયાધારમાં ૧૩ માળિયા કવાર્ટરમાં રહેતો પ્રવીણ સામતભાઇ જાદવ (ઉ.વ.૨૫) નામના યુવકે ગત સાંજે હનુમાન મઢી નજીક આવેલા ચોકમાં ઝેરી દવા પી તેના ભાણેજને ફોન કર્યેા હતો અને ફોનમાં કહ્યું હતું કે, મેં ઝેરી દવા પી લીધી છે, છેલ્લી વાર જોવો હોઈ તો આવજો આ સાંભળી પરિવારજનો દોડી ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.મૃતક રિક્ષા હંકારતો હતો, બે ભાઈ ચાર બહેનમાં નાનો હતો, સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે અને પત્નીને હાલ સારા દિવસો ચાલી રહ્યા છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રવીણને ફાકીના વ્યસનના કારણે મોઢું ખુલતું નહતું જેની દવા પણ ચાલુ હતી એમ છતાં કોઈ ફેર પડતો ન હતો આથી પોતાને કેન્સર હશે એવી બીક લાગતા પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech