દ્વારકાના હરિકુંડની દુર્દશાઃ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં...

  • May 20, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાચીન કુંડમાં સ્નાનનું અનેરું મહત્ત્વઃ ભક્તોમાં રોષ


દ્વારકામાં ગોમતી નદીના કિનારે મહાપ્રભુજીની બેઠકજી પાસે આવેલ દ્વારકાના હેરીટેજ સ્થળોમાં સમાવિષ્ટ એવા હરિકુંડ આવેલ છે.દ્વારકા પાલિકા દ્વારા જે તે વખતે લાખો રૂપિયાના ખર્ચે હરિકુંડનો વિકાસ કરાયા બાદ જાળવણીના અભાવે લાંબા સમયથી હરિકુંડની દુર્દશા નજરે દેખાય છે.


મહાપ્રભુજીની બેઠકજીના દર્શનાર્થે આવતા વૈષ્ણવો તેમા ખાસ કરીને મહિલાઓ મહાપ્રભુજીના ચરણસ્પર્શ,જારી ભરવા તેમજ સેવા કરતા પહેલા હરિકુંડમાં સ્નાન કરે છે.ત્યારબાદ જ બેઠકજીમાં સેવા પૂજા કરી શકે છે પરંતુ લાંબાસમયથી પ્રાચીન હરિકુંડમાં ફેલાઈ રહેલી ગંદકી તેમજ દુષિત પાણીના ભરાવાને કારણે કુંડમાં સ્નાન કરવું આસ્થાની કસોટી કરાવે છે.ધાર્મિક મહત્વ ધરાવતા દ્વારકાના પ્રાચીન કુંડોમાં સમાવિષ્ટ હરિકુંડની પવિત્રતા જોખમાતી હોય બેઠકજીમાં આવતા વૈષ્ણવો ક્ષોભ અનુભવે છે.હેરિટેજ હરિકુંડની તાત્કાલિક અસરથી સફાઈ કરવા તેમજ દુષિત પાણીનો નિકાલ કરવા સબંધિત વિભાગ્યે ઘટતા પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application