આવતીકાલથી પાકિસ્તાનની યજમાનીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે યોજાશે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે પરંતુ એ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ખેલાડીઓને સારા સમાચાર આપ્યા છે. બીસીસીઆઈએ ખેલાડીઓને ટુર્નામેન્ટ દરમિયાન તેમના પરિવારને તેમની સાથે રાખવાની મંજૂરી આપી છે. જોકે, આ માટે એક શરત પણ રાખવામાં આવી છે.
આ નિર્ણય સાથે બીસીસીઆઈનો પરિવારનો નિયમ, જે થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, તે તૂટી ગયો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કારમી હાર બાદ બીસીસીઆઈએ સમીક્ષા બેઠક બાદ કેટલાક કડક નિયમો બનાવ્યા હતા. જેમાં ભારતીય ક્રિકેટરોને વિદેશ પ્રવાસ દરમિયાન તેમના પરિવાર સાથે વિતાવવામાં આવતા સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
નવા નિયમો હેઠળ, જો કોઈ ટુર્નામેન્ટ 45 દિવસ કે તેથી વધુ સમયની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ માટે જ રહેવાની મંજૂરી આપવામાં આવશે અને જો પ્રવાસ ઓછા દિવસનો હોય તો તે 7 દિવસની જ મંજૂરી મળી શકે. નવા નિયમો હેઠળ, ખેલાડીની પત્ની સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડી સાથે રહી શકતી નથી. પરિવાર ફક્ત 2 અઠવાડિયા માટે સાથે રહી શકે છે.
પરંતુ હવે બીસીસીઆઈએ પોતાનો જ નિયમ તોડી નાખ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખેલાડીઓને તેમના માતાપિતા અથવા પત્નીઓને સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, બીસીસીઆઈએ આ પરવાનગી ફક્ત એક મેચ માટે આપી છે. જોકે, ફોકસ ટીમ બોન્ડિંગ પર કરવામાં આવશે અને ખેલાડીઓ કોઈપણ વિક્ષેપ વિના સાથે રહે તેની ખાતરી કરવામાં આવશે.
ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ એક મેચ માટે ખેલાડીઓએ પોતાના પરિવારને સાથે લઈ જવા માટે બોર્ડ પાસેથી પૂર્વ પરવાનગી લેવી પડશે. ખેલાડીઓએ બોર્ડને તેમની પસંદગીની મેચ વિશે જણાવવું પડશે કે તેઓ તેમના પરિવારને કઈ મેચમાં સાથે લઈ જવા માંગે છે અને તે મુજબ ખેલાડીને પરવાનગી આપવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે કરાચીમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ કારણે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાઈ રહી છે.
ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમનો બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી એટલે કે ત્રીજી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech