સમગ્ર વિશ્વમાં 22 એપ્રિલના રોજ પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી બચાવવા, સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવવા ના હેતુસર "વર્લ્ડ અર્થ ડે" ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે "વર્લ્ડ અર્થ ડે" ની થીમ "Planet Vs Plastic" રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા ડી. એલ.એસ.એ. (DLSA)ના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ખંભાળિયામાં જિલ્લા અદાલતના પ્રાંગણમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ન્યાયાધીશશ્રીઓ, કર્મચારીઓ, જિલ્લા સરકારી વકીલો એ.પી.પી., DLSAના ડિફેન્સ કાઉન્સિલર, મીડિયેટરો, પેનલ એડવોકેટો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત વકીલ મંડળના હોદ્દેદારો તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હાજર રહેલા તમામ મહાનુભાવોએ પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગના સંકટમાંથી બચાવવા માટે સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખા તાલુકા મથકે આવેલ અદાલતમાં પણ TLSC ના ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ અદાલત પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી "વર્લ્ડ અર્થ ડે" ની સવિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના તમામ ન્યાયાધીશ, કર્મચારીઓ, પેનલ અને રીટેનર વકીલો તથા વકીલ બારના સભ્યોએ સામેલ થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર જિલ્લામાં આ વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન થઈ શકે તે માટે નાયબ વન સંરક્ષણ દ્વારા કચેરી (સામાજિક વનીકરણ વિભાગ) ના ડી.સી.એફ. અરુણ કુમાર દ્વારા નોડલ ઓફિસરને જરૂરી સૂચના આપી, સમગ્ર જિલ્લામાં સુચારુ રૂપે આયોજન થઈ શકે તે માટે તાલુકા ખાતેના આર.એફ.ઓ.ને ડી.એલ.એસ.એ./ ટી.એલ.એસ.સી. માં સંકલનમાં રહીને કામગીરી કરવા જરૂરી સુચના આપવામાં આવી હતી. સમગ્ર જિલ્લા નાયબ વન સંરક્ષણ કચેરી (સામાજિક વનીકરણ વિભાગ) દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષો, ઔષધી, ફળ- ફૂલ તથા બહુહેતુક પ્રકારના છોડ, રોપાઓ પૂરા પાડવામાં આવ્યા હતા.
ખંભાળિયાની જિલ્લા અદાલત તથા તાલુકા ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉપાડી હતી અને આ વૃક્ષોના જતનની જવાબદારી આ તકે તેઓના શીરે લીધી હતી. આમ, આ કાર્યક્રમમાં લગત કર્મચારીઓ તથા મલ્ટીપલ સ્ટેકહોલ્ડર્સના સંયુક્ત પ્રયાસથી સફળ રહ્યો હતો. જે DLSA ના સચિવની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર
July 03, 2024 04:39 PMબસ આટલા જ સમયમાં ચેમ્પિયન્સ પહોંચી જશે ભારત
July 03, 2024 04:23 PMનાસભાગની ઘટનાઓ કેવી રીતે ટાળી શકાય?, જાણો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકા
July 03, 2024 04:21 PMમ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન, નહીં તો થશે નુકસાન
July 03, 2024 04:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech