વિશ્ર્વ પર્યાવરણ દિવસ સરાહનીય ઉજવણી
૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ.એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે,પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જામનગરની નવાનગર નેચર કલબ છેલ્લા સત્તર વર્ષથી પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે.સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેથી ૫,જૂન ૨૦૨૪ના દિવસે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત દર વર્ષે શહેરના વિવિધ સ્થળો પર વૃક્ષા રોપણ કરવામાં આવે છે અને આ વૃક્ષોની બે વર્ષ સુધી કાળજી લેવામાં આવે છે.તો આ વર્ષે જામનગર શહેરના વોર્ડ નં.૧૧ માં આવેલ કામધેનુ રેસીડેન્સીના કોમન પ્લોટમાં તથા દરેડ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં વૃક્ષા રોપણ રાખવામાં આવ્યું હતું.જેમાં દેશી કુળના ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 21, 2024 07:23 PMકાલાવડ ફાયરની ટીમે ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં રેસ્ક્યુ કરી કરોડોનું નુકસાન બચાવ્યું
December 21, 2024 07:22 PMજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech