લાલપુર રોડ ઉપર ત્રીજા સ્મશાન માટે અગાઉ પણ માંગ હતી, આ બજેટમાં આ માંગ પુરી કરી શકાશે, શહેરમાં રાત્રી બજાર શરુ કરવા પણ શાસકો આતુર: વિધાનસભા વિસ્તારમાં બે ડીઝીટલ લાયબ્રેરી અને યોગ સ્ટુડીયો બનાવાશે
જામનગર મહાપાલિકાનું રુા.૩૬૩ કરોડનું ફુલગુલાબી બજેટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે કેટલાક મહત્વના વિકાસ કામો ઉપર પણ મંજુરીની મહોર મારી દેવામાં આવી છે, સ્ટે.કમીટીના ચેરમેન નિલેશ કગથરાના જણાવ્યા મુજબ શહેરમાં લાલપુર રોડ ઉપર ત્રીજા સ્મશાન માટેની જે અગાઉની માંગણી છે તે તાત્કાલીક અસરથી પૂર્ણ કરવામાં આવશે અને હવે ઝડપથી કામ શરુ થશે, ફુટબોલ રસીકો માટે એક આનંદદાયક સમાચાર છે, હાપા વિસ્તારમાં કોર્પોરેશનને મળેલા રિઝર્વ પ્લોટમાં ફુટબોલ મેદાન બનાવવા માટેનું આયોજન નકકી કરાયું છે, ઉપરાંત આ બજેટમાં શહેરીજનો માટે રાત્રી બજાર પણ શરુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
જામનગર શહેરના વિકાસ માટે કેટલાક અવનવા પ્રોજેકટ પણ હાથ ધરવામાં આવ્યા છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ રજૂ કરેલા બજેટમાં સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે, ખાસ કરીને જામનગર શહેરમાં બેડી મરીન પોલીસ ચોકીથી વાલસુરા નેવી રોઝી બેડી પોર્ટ સુધીના રોડને નેકલેસ રોડ તરીકે પણ વિકસાવવા એક મહત્વનો પ્લાન છે, એટલું જ નહીં શહેરમાં ૭૮ અને ૭૯ મત વિસ્તારમાં આગામી દિવસોમાં એક-એક ડીઝીટલ લાયબ્રેરી અને યોગ સ્ટુડીયો પણ બનાવવામાં આવશે અને આ અંગેની ડ્રાફટ પેપર કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને વર્ષોથી કેટલાક પ્લોટો મહાપાલિકાના હસ્તક છે તેને ડેવલોપ કરીને સગાઇ, લગ્ન કે ધાર્મિક પ્રસંગે ભાડે આપવા માટેની પણ સારી વિચારણા કરવામાં આવી છે, બાળકો માટે એક આનંદદાયક સમાચાર એ છે કે મનોરંજન માટે એમ્યુઝમેન્ટ પાર્ક પણ પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવશે, વર્ષોથી સ્પોર્ટસ કોમ્પલેક્ષની માંગણી કરવામાં આવી રહી છે, પહેલા સરલાબેન ત્રિવેદી આવાસ પાસેની જગ્યામાં બનાવવા નકકી કરાયું હતું પરંતુ હવે વિશાલ હોટલ પાછળ ૨૨ હજાર ચો.મી. જગ્યામાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી નવું કોમ્પલેક્ષ બનાવાશે.
ખાસ કરીને વારંવાર આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડ પાસે પુરતી સુવિધા હોતી નથી, જેથી રુા.દોઢ કરોડના ખર્ચે ફાયર માટે નવા આધુનિક સાધનો વસાવવાની પણ બજેટમાં જોગવાઇ છે, તેમજ કાલાવડ રોડ અને લાલપુર રોડ ઉપર બે નવા અદ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
શહેરમાં ટાઉનહોલથી સાતરસ્તા સુધી એક માત્ર ગૌરવ પથ તરીકે ડેવલોપ થયો છે, આ રસ્તા ઉપરની લોખંડની રીંગ અવારનવાર ચોરી થઇ જાય છે, પરંતુ શાસકોએ વોર્ડ નં.૫માં પાયલોટ બંગલાથી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના ૨ કિ.મી.ના રસ્તાને ગૌરવ પથ તરીકે ડેવલોપ કરવા નકકી કર્યુ છે, ઉપરાંત પાયલોટ બંગલાથી જિલ્લા કલેકટર ઓફીસ, સાતરસ્તાથી સુમેરકલબ રોડ, પવનચકકીથી ગ્રીનસીટી અને ગ્રીનસીટીથી લાલપુર બાયપાસ રોડને પણ ગૌરવ પથ રોડ તરીકે આયોજન કરવા વિચારવામાં આવ્યું છે જે ખુબ જ આવકારદાયક કહી શકાય.
નવા બજેટમાં વર્ષોથી માંડવી ટાવર રિનોવેશન-રેસ્ટોરેશનની માંગ લોકોની છે તે માંગ હવે કદાચ પુરી થશે, રુા.૨ કરોડના ખર્ચે માંડવી ટાવરને રેસ્ટોરેશન અને ક્ધઝર્વેશન કરવાનું કામ પણ આ વર્ષમાં થાય તેવી શકયતા છે. કેટલાક કામોને ફરીથી દોહરાવવામાં આવ્યા છે, ખાસ કરીને રુા.૬૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની વાત છે એ કામ ઝડપથી થાય અને રુા.૩૫ કરોડના ખર્ચે રણમલ તળાવ ભાગ-૨ પર્યાવરણ થીમ ઉપર ઝડપથી બને તેની લોકો રાહ જોઇ રહ્યા છે. આ ઉપરાંત મિલ્કત વેરો, પાણી વેરો, ટાઉનહોલના દર, ઢોર ડબ્બા ચાર્જ, સોલીડ વેસ્ટ કનેકશન ચાર્જ, ભૂગર્ભ ગટર કનેકશન ચાર્જ, ટાઉન પ્લાનીંગ શાખાનો ચાર્જ ભો ભાડાના દર, આરોગ્ય ચાર્જ, લગ્ન નોંધણી, એમ્યુઝમેન્ટ પાર્ક ફી, રણમલ તળાવ એન્ટ્રી ફી અને કોમ્યુનીટી હોલના ભાડા પણ યથાવત રાખીને લોકોને ખુશ કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે, મહીલાઓ માટે સારા સમાચાર એ છે કે, રક્ષાબંધન, ભાઇબીજ અને આંતરરાષ્ટ્રિય મહીલા દિન નિમિતે શહેરમાં વિનામૂલ્યે સીટી બસની મુસાફરી કરી શકાશે. આમ રુા.૧૩૬૮ કરોડનું નવું બજેટ એકંદરે રાહત આપવાવાળુ છે, ૧૫-૦૨-૨૪ થી ૩૧-૦૩-૨૪ સુધીની બાકીની ટેકસની મિલ્કત વેરાની રકમ ભરે ઉપરાંત ૨૦૦૬ પછીની કોઇપણ બાકીની રકમ ભરે તો તેવા લોકોને ૧૦૦ ટકા વ્યાજ માફી આપવા નકકી કરાયું છે. ૧-૪-૨૪ બાદ બાકી રહેતા વેરાની રકમ ભરે તો ૫૦ ટકા વ્યાજમાં રાહત જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech