હજારો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ જિલ્લા પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું આગામી સાહના પ્રારંભે પ્રસિદ્ધ થાય તેવી શકયતા હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સરકારમાં આ મામલે અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારને લગતા મહત્વના નિર્ણયોની જાહેરાત કર્યા પછી હવે આગામી તારીખ ૧૩ ના શુક્રવારે રાજકોટ ખાતે જિલ્લા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારના રાજકારણ સાથે સંકળાયેલા આગેવાનો મંત્રીઓ સંસદ સભ્યો રાયસભાના સભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા તથા તાલુકા ભાજપના સંગઠન માળખાના મુખ્ય હોદ્દેદારો સાથે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું લોકાર્પણ ખાતમુહર્ત તેમના હસ્તે રાખવામાં આવ્યું છે. લોધિકા તાલુકાના જશવંતપુર ગામેથી મુખ્યમંત્રી રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું વચ્ર્યુઅલ ખાતમુહર્ત્પત કરશે પરંતુ ત્યાર પછી બપોરે ૧૨:૩૦ વાગ્યે ગ્રામ્ય વિસ્તારના રાજકારણ સાથે સંકળાયેલા આગેવાનો અને પદાધિકારીઓ સાથે અલગથી મીટીંગ છે આ મિટિંગમાં શહેર ભાજપના આગેવાનોને આમંત્રણ નથી તે બાબત પણ ઘણી સૂચક છે.
ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત થોડાક દિવસો અગાઉ કરવામાં આવી છે. ટ્રેકટરની ખરીદી માટે અપાતી સબસીડીવાળી યોજના લાંબા સમયથી બધં હતી તે પણ ચાલુ કરીને સરકારે ૫૫૦ લાખ જેટલી રકમ ફાળવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. પંચાયતના પ્રમુખો દર સાહે નિશ્ચિત કરેલા એક દિવસે મુખ્યમંત્રીને સીધા મળી શકે તેવી વ્યવસ્થાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આમ ગ્રામ્ય વિસ્તારને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ તરફ સરકાર આગળ વધી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના ખાતમુહર્ત પછી અત્યતં ટૂંકા સમયગાળામાં પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું હોવાથી રાજકોટની આ બેઠકને વધુ
(અનુ. નવમા પાને)રાજકોટમાં શુક્રવારે
(છેલ્લા પાનાનું ચાલુ)
મહત્વની ગણવામાં આવે છે. ગુજરાત રાય પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક નવા આધુનિક સુવિઘાઓ યુકત રાજકોટ જિલ્લા પંચાયત ભવન બનનાર છે. જેનું શુક્રવારના રોજ બપોરના ૧૨.૦૦ થી ૧૨.૩૦ કલાક દરમ્યાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ , બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, સંસદ સભ્ય પરશોત્તમભાઈ પાલા, રાયસભાના સભ્ય રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, તેમજ રાજકોટ જિલ્લાનાધારાસભ્યો, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી સમિતિના ચેરમેન પી.જી.કયાડા, જીલ્લા પંચાયતની તમામ સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયતનાં તમામ સદસ્ય, જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે,જીલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, સંગઠનનાં હોદેદારો.મહાનુભાવો,પદાઘિકારીઓ તમામ તાલુકા પંચાયત પ્રમુખો, અઘિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech