રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર 427 પૈકીની 49,720 ચોરસ વાર જમીન વિરાણી હાઈસ્કૂલને સરકારે શૈક્ષણિક હેતુ માટે આપી છે. તેમાંથી 34,191 ચોરસ મીટર જમીન સરકારી માલિકીની છે કે ખાનગી માલિકીની તે સંદર્ભે લાંબો સમય સુધી કાનૂની વિવાદ ચાલ્યા પછી રાજકોટ ઝોન એકના પૂર્વ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ આ જમીન સરકારની માલિકીની છે તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો હોવા છતાં દોઢ વર્ષથી તેની કોઈ પ્રકારની અમલવારી થતી નથી.પ્રાંત અધિકારીના આ ચુકાદા સામે નારાજ થઈને વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. પક્ષકારોને સાંભળીને નવેસરથી સુનાવણી હાથ કરવાનો આદેશ આવ્યાને પણ લાંબો સમયગાળો પસાર થઈ ગયા પછી હવે આ સમગ્ર પ્રકરણ ફરી નવેસરથી હાથ પર લેવામાં આવ્યું છે. પરંતુ આમાં પણ તારીખ પે તારીખનો ખેલ શરૂ થઈ ગયો હોવાની ચચર્િ જાણકારોમાં થઈ રહી છે. હવે સુનાવણીની તારીખ પણ અચાનક રદ થઇ ગઈ છે ત્યારે અનેક પ્રશ્નો ઉઠે છે કે જુના આદેશને ફેરવી તોળવા માટે તો કોઈ ફિરાક નથી ને?
પૂર્વ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ 2023ના માર્ચ મહિનામાં આ અંગે ચુકાદો આપી સ્પષ્ટ જણાવ્યું હતું કે રેવન્યુ સર્વે નંબર 427 ની સીટી સર્વે વોર્ડ નંબર 15 ની જમીન સરકારની માલિકીની છે અને તેમાં સિટી સર્વે નંબર 2650 માં દાખલ કરવામાં આવેલ નોંધ નંબર 5990 રદ કરી સવાલવાળી જમીન મૂળ સ્થિતિ અને મૂળ શરતો સાથે રેકોર્ડમાં લઈ જવાની રહેશે.
પ્રાંત અધિકારીના આ પ્રકારના સ્પષ્ટ હુકમ પછી પણ સમગ્ર મામલો અપીલમાં જતા તેની અમલવારી થઈ નથી અને લાંબા સમય પછી સુનાવણીની પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ તેમાં પણ ગઈકાલે તારીખ હોવા છતાં મુદત આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application’’ રકત યજ્ઞ-૨૦૨૫ ’’ માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ
April 07, 2025 06:51 PMમુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:45 PMપ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech