જામનગરના દરેડ ખાતે આજથી શરુ થયેલા ટેક-ફેસ્ટમાં ઔદ્યોગિક એકમો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઔદ્યોગિક જગતના નવા નવા આયમનું નિદર્શન ખુલ્લું મુકાયું છે, ૫-નવતનપુરી ધામ, ખીજડા મંદિર, કૃષ્ણપ્રણામી સંપ્રદાય, જગતગુ ૧૦૮ પ.પૂ. શ્રી કૃષ્ણમણીજી મહારાજના આર્શિવચન સાથે ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદ્દઘાટન થયું હતું, આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, નગરસેવકો ગોપાલ સોરઠીયા, પાર્થ કોટડીયા સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ટેક-ફેસ્ટમાં ખાસ કરીને જાણીતા ઔદ્યોગિક એકમ પિયુષ એન્જીનીયરીંગ દ્વારા પોતાની એન્જીનીયરીંગ કળાથી બનાવવામાં આવેલા ઉપયોગી મશીનોનું નિદર્શન રાખવામાં આવ્યું છે, જેમાં એકસટ્ુઝન પ્લાન્ટ માટે વાયર પોઇન્ટીંગ મશીન, વાયર રોલીંગ મશીન, કેબલ કટીંગ મશીન સહિતના વિવિધ મશીનોનું નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ જ રીતે એચ.કે. એન્જીનીયરીંગ દ્વારા પણ ટેક-ફેસ્ટમાં પોતાની એન્જીનીયરીંગની કળા દર્શાવતા મશીનો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં વાયર રોલીંગ મશીન, વાયર પોઇન્ટીંગ મશીન, ડબલ દટ્ટીલાગ, રોલ સહિતના મશીનોનો સમાવેશ કરવામાં આવે છે. મીડીયમથી લઇને હેવી સાઇઝમાં આ મશીન દ્વારા મેન્યુફેકચરીંગ થઇ શકે છે. ટેક-ફેસ્ટમાં ઓકસન એર્ન્જી દ્વારા પણ ખાસ કરીને સોલાર પેનલના નિદર્શન રાખવામાં આવ્યા છે, આ કંપની દ્વારા વિજ ઉત્પાદન માટેના ખૂબ જ ઉપયોગી એવા સોલાર પેનલો લોકોને દેખાડવામાં આવી રહી છે, જેનાથી આ ટેક-ફેસ્ટ લોકો માટે ઉપયોગી સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech