શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં જય પ્રકાશનગરમાં રહેતા શખસને ભગવતીભરાથી બેડી ચોકડી તરફના રસ્તા પાસેથી બી ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્ટલ અને પાંચ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછતાછ કરતા આ હથિયાર ચારેક વર્ષ પૂર્વે તેને તેના મિત્રએ સાચવવા આપ્યું હોય અને તે મિત્રનું અવસાન થઈ ગયા બાદ તેણે આ હથિયાર રોફ જમાવવા માટે પોતાની પાસે રાખી લીધું હતું. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ. રાણેની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.આર. સોલંકી, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ભગવતીપરાથી બેડી ચોકડી તરફના રોડ પાસે એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ સમીરશા ઈકબાલશા શાહમદર (ઉ.વ 29 રહે. ભગવતીપરા, જય પ્રકાશનગર શેરી નંબર-1) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને પાંચ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા જેથી પોલીસે પિસ્તોલ અને કાર્ટીઝ સહિત રૂપિયા 25,500 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સમીરશા રિક્ષાચાલક છે હથિયાર બાબતે તેની પૂછતાછ કરતા આજથી ચારેક વર્ષ પૂર્વે તેના મિત્રએ તેને આ હથિયાર સાચવવા આપ્યું હતું. મિત્રનું અવસાન થઈ ગયા બાદ તેણે આ હથિયાર રોફ જમાવવા માટે પોતાની સાથે રાખ્યું હોવાનું રટણ કર્યું છે. આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech