ગોંડલ તાલુકાના ગુંદાળામાં દંપતી અને પુત્ર ઉપર પડોશી શખસોએ ધોકા,પાઇપ છરી વડે હુમલો કરતા ઇજા થવાથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ પરથી ગુંદાળાના જીતુ, આયુષ, વિક્રમ ઉર્ફે વિકી , આદિ અને નીરુ (રહે ત્રેણય ગોંડલ) સામે આઇપીસીની કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ હેઠળ ગુનો નોંધ્યો છે.
ગુંદાળા ગામે ક્વાર્ટર વિસ્તારમાં રહેતા વિહાભાઈ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૪૬) નામના યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કડિયાકામની મજૂરી કામ કરું છું ગઈકાલે સાંજે હું પત્ની સંગીતા (ઉ.વ.૪૦) અને પુત્ર વિપુલ (ઉ.વ.૧૯) બધા બારે બેઠા હતા ત્યારે પપડોસમાં રહેતા જીતુભાઇ ધીરુભાઈ મકવાણા ઘર પાસે આવી કહેવા લાગ્યા હતા કે, તેમ કેમ મારી સામે ઘણા સમયથી કાતર મારો છો અને મારા ઘરે મહેમાન આવે તો તેની સામે પણ કાતર મારો છો આથી મેં તેમને કહ્યું કે, મારે ને તમારા મહેમાન ને શું લેવા દેવા હોય આ સાંભળી જીતુભાઈ ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન જીતુભાઈનો ભત્રીજો વિક્રમ ઉર્ફે વિકી, આયુષ લાકડી અને પાઇપ લઈને આવ્યા હતા અને ઝગડો કરી જીતુએ પાઇપ મારા માથામાં મારતા લોહી નીકળવા લાગ્યું હતું, મારી પત્ની સંગીત અને પુત્ર મોહિત છોડાવવા વચ્ચે પડતા વિકીએ નેફામાંથી છરી કાઢી પુત્ર મોહિતને ઘા મારી દીધો હતો જ્યારે પત્નીને પણ ઇજા થઈ હતી. દેકારો થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય નાસી ગયા હતા આટલીવારમાં જીતુભાઈનો ભાણો આદિ અને નીરુ લાકડી લઈને આવ્યા હતા અને પાસે આવી તમે કેમ મારા મામા સાથે માથાકૂટ કરો છો કહી લાકડીથી મારમારવા લાગ્યા હતા. મને મારી પત્ની અને પુત્રને ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech