એલસીબી ઝોન–૧ ની ટીમે સોખડા ચોકડીથી બેડી ચોકડી જવાના રસ્તે દારૂ ભરેલી સેન્ટ્રો કાર અને પાયલીંગ કરી રહેલાએકટિવાચાલક સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે કારમાંથી ૧૩૨ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યેા હતો. દારૂનો આ જથ્થો અને કાર,અકટિવા સહિત કુલ પિયા ૧.૪૬ લાખના મુદ્દામાલ પોલીસે કબજે કર્યેા હતો.દારૂની આ ગાડીનું આગળ સ્વફીટ કાર દ્રારા પાયલોટીંગ થઇ રહ્યું હોય જેમાં સવાર બે શખસો પોલીસને જોઇ કાર હંકારી નાસી ગયા હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દારૂ ના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી. ચુડાસમાની રાહબરી હેઠળ એએસઆઈ મનપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ એક સેન્ટ્રો કાર રાજકોટ તરફ આવી રહી છે અને તેમાં દાનો જથ્થો છે. જેથી પોલીસે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન આ સેન્ટ્રો કારની આગળ સ્વિટ કાર પાઇલોટિંગ કરી રહી હોય પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા કારચાલક વાહન લઈને નાસી ગયો હતો ત્યારબાદ પાછળ આવતી સેન્ટ્રો કાર અને એકટીવાને પોલીસે અટકાવ્યું હતું પોલીસે કારની તલાસી લેતા તેમાંથી પિયા ૬૬૦૦૦ ની કિંમતનો ૧૩૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે કારમાં સવાર મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ ૨૪ કેવલમ આવાસ યોજના કવાર્ટર) ત્યારબાદ આ કારનું પાઇલોટિંગ કરનાર એકટીવાચાલકની પૂછતાછ કરતા તેનું નામ સાબીર ઈકબાલભાઈ અબાસી (ઉ.વ ૩૫ રહે. ભગવતીપરા) હોવાનું માલુમ પડું હતું. તેમજ આગળ પાયલોટિંગ કરી રહેલી સ્વીટ કાર સવાર શખસો વિશે પૂછતા તેમના નામ સાજીદ રજાકભાઈ લીંબડીયા અને ફેજલ ઉર્ફે કાચબો વિનોદભાઈ ઠાસરીયા (રહે. બંને જંગલેશ્વર) હોવાનું માલુમ પડું હતું. પોલીસે દારૂનો આ જથ્થો કાર,એકટિવા સહિત કુલ પિયા ૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
માધાપર ચોકડી પાસે કારમાંથી ૫૫૨ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે સીટી આર્ટ સ્ટુડિયોની સામે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આવતા રોડ પર દા ભરેલી એકસીવી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી .૫,૯૬,૬૦૦ ની કિંમતનો ૫૫૨ બોટલ દાનો જથ્થો કબજે કર્યેા હતો દાના આ જથ્થા સાથે હિરેન સુમનભાઈ પટેલ (ઉ.વ ૩૫ રહે.મોટી વાંકલ, દમણ)ને ઝડપી લીધો હતો દાનો આ જથ્થો અને કાર સહિત કુલ ૫,૯૬,૦૦૦ નું મુદ્દામાલ પોલીસે કબજે કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech