કાયમી સફાઈ વ્યવસ્થા પણ કરાઈ: યાત્રીકે ફોટા મોકલતા ત્વરીત કાર્યવાહી
દેવભૂમિ જિલ્લાનું દ્વારકા આ વર્ષે તહેવારોમાં હોટ ફેવરિટ રહેતા લગભગ તેર લાખથી વધુ યાત્રિકો સાથે રાજ્યમાં પ્રથમ રહયુ હતુ. ત્યારે યાત્રિકોને દ્વારકા જેવા પવિત્ર સ્થળે પવિત્ર ગોમતી ઘાટ તથા નદીની આજુબાજુ ગંદકી હોવાની વારંવાર ફરિયાદો વચ્ચે જાગૃત નાગરિક યાત્રીકે દ્વારકાની મુલાકાત લેતા ગંદકીના ફોટા જિલ્લા કલેક્ટરને પહોંચાડતા જિલ્લા કલેક્ટર પંડ્યાએ તુરંત જ દ્વારકા પ્રાંત અધિકારી તથા પાલિકા તંત્રને સૂચના આપતા તંત્ર દોડ્યું હતું.
જેના પગલે તુરંત જ ગોમતી ઘાટના તમામ સ્થળો પરથી ગંદકી અદ્રશ્ય થઈ જતા યાત્રિકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા ગોમતી ઘાટના સ્થળે પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ થાય તથા તેનું રેવન્યુ તંત્ર દ્વારા નિયમિત મોનીટરીંગ થાય તે માટે આજથી જ વ્યવસ્થા ગોઠવી દીધી હતી. તથા સપ્તાહમાં બે વખત ઉચ્ચ અધિકારી પણ ચેકીંગ કરે તેવી વ્યવસ્થા કરી યાત્રાળુઓને પરેશાની ના થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે યાત્રિકોને કચરો ડસ્ટબીનમાં જ ફેંકવા તથા જ્યાં ત્યાં ગંદકી ના કરીને તંત્રને સહકાર આપવા પણ અપીલ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech